૨૧૨ વાળંદ સમાજનો ૧૪મોં સમૂહલગ્ન કડાછલા ખાતે યોજાયો

(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લા ૨૧૨ વાળંદ સમાજનો સમૂહલગ્ન કડાછલા ગામે યોજાયો હતો જેમાં ખેડા પંચમહાલ અને મહિસાગર વાળંદ સમાજની ૧૧ જેટલી દિકરીઓનો સમુહલગ્ન મહોત્સવ યોજવામાં આવ્યો હતો
આ સમુહ લગ્નમાં દિકરીઓને ૭૪ જેટલી વસ્તુઓ સમાજ દ્વારા કન્યાદાનની સ્વરૂપે ભેટમાં આપવામાં આવી હતી આ સમુહ લગ્નમાં મોટી સંખ્યામાં ૨૧૨ વાળંદ સમાજ ના જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહી નવ દંપતિઓને સફળ લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.