વેલેન્ટાઈન ડે પર સુરતના જ્વેલર્સને મળ્યા અમેરિકાથી ઢગલો ઓર્ડર
વેલેન્ટાઈન ડે પર સુરતની લેબમાં બનતાં હાર્ટ શેપના ડાયમંડની USમાં જાેરદાર માગ
કુદરતી ડાયમંડની જેમ લેબમાં બનતાં ડાયમંડમાં વધારે બગાડ ન થતો હોવાથી કિંમત ઓછી છે
સુરત,સુરતની લેબમાં બનાવવામાં આવેલા ડાયમંડ (લેબ-ગ્રોન ડાયમંડ) અમેરિકામાં આ વખતે વેલેન્ટાઈન ડેની ઉજવણીમાં ચાર ચાંદ લગાવવાના છે. આર્થિક મંદીના સમયમાં લાગણીઓ વ્યક્ત કરવા માટે લેબમાં બનતાં ડાયમંડ વધારે ડિમાન્ડમાં હોય છે. પ્રેમના પ્રતીક તરીકે ઉજવાતો દિવસ નજીક છે ત્યારે સુરતના જ્વેલર્સ ખાસ કરીને હાર્ટ શેપના ડાયમંડ માટે અમેરિકાથી મળેલા ઓર્ડરને પૂરા કરવા માટે ઓવરટાઈમ કામ કરી રહ્યા છે.
નિષ્ણાતોનું કહેવું છે કે, આમ તો હાર્ટ શેપના ડાયમંડને પ્રેમ સાથે કોઈ જ કનેક્શન નથી, પરંતુ કુદરતી કાચા હીરા ખરીદવા માટે $૮,૦૦૦ થી $૧૦,૦૦૦ (આશરે ૬.૫ લાખથી ૮.૨૫ લાખ) ખર્ચ થાય છે. પર્ફેક્ટ હાર્ટ શેપના આકારમાં ડાયમંડને કોતરવા માટે વધારે બગાડ થાય છે અને તે કુદરતી ડાયમંડની કિંમતમાં અનેકગણો વધારો કરે છે.
જાે કે, લેબમાં બનતાં ડાયમંડને $૧,૦૦૦થી (આશરે ૮૨,૫૦૦ રૂપિયા) ઓછી કિંમતે ખરીદી શકાય છે, જે સસ્તો હોવા છતાં આકર્ષક ગિફ્ટ બનાવે છે. એલજીડી સોલિસેટરની માગ એક વર્ષમાં બમણી થઈ છે. ભાવમાં ઘટાડાના કારણે, ઉત્પાદકો માટે નફો ઘટ્યો હોવા છતાં પણ ગ્રાહકો માટે વધુ પોસાય તેમ બન્યું છે’, તેમ એલજીડી અસોસિએશનના પ્રમુખ બાબુ વાઘાણીએ જણાવ્યું હતું.
‘સમૃદ્ધિ અને કિંમતના કારણે સોલિટેર જ્વેલરી સૌથી વધુ માગવાળી એલજીડી પ્રોડક્ટ છે. અમે વેલેન્ટાઈન ડે માટે કેટલીક સ્પેશિયલ પ્રોડક્ટ બનાવી છે અને હાર્ટ જેવા ચોક્કસ આકાર માટે પણ ઓર્ડર મળ્યા છે’, તેમ રાધે જ્વેલર્સના માલિક રજની ચાંચડે જણાવ્યું હતું. ડાયમંડ જ્વેલરીનું સૌથી મોટું માર્કેટ અમેરિકામાં છે, જ્યાં ફુગાવાાએ ડાયમંડના ખરીદદારોને એલજીડી વિકલ્પો તરફ વાળ્યા છે.
આ સાથે કેમિકલ વેપર ડિપોઝિશનનું ઉત્પાદન પણ એક વર્ષ પહેલા ૨.૫ લાખથી ૫ લાખ કેરેટ સુધી પહોંચ્યું હતું. લેબમાં ડાયમંડ સીવીડી તેમજ હાઈ પ્રેશન હાઈ ટેમ્પ્રેચર ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જ્યારે સીવીડીને સોલિટેર માટે ઉત્પાદકો દ્વારા પસંદ કરવામાં આવે છે. ‘સીવીડી તેની ગુણવત્તાના કારણે ખાસ કરીને સોલિટેર માટે બનાવવામાં આવે છે.
સીવીડી બનાવવા માટે લોકોએ મશીનરીમાં મોટું રોકાણ કર્યું છે અને વધતી માગે ઉત્પાદનમાં વૃદ્ધિને વેગ આપ્યો છે’, તેમ ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું. એલજીડીમાં $૧,૦૦૦ની અંદર હાર્ટ આકારનો ડાયમંડ મળવો શક્ય છે, જ્યારે બગાડને ધ્યાનમાં રાખીને કુદરતી ડાયમંડનો ખર્ચ $૮,૦૦૦થી વધુ છે.
કિંમત અને ગુણવત્તાના કારણે અમને સોલિટેર જ્વેલરીના ઓર્ડર મળી રહ્યા છે’, તેમ ધાની જ્વેલ્સના વિજય માંગુકિયાએ જણાવ્યું હતું. એલજીડીના ઉત્પાદક અને પોલિશર, ગ્રીનલેબ ડાયમંડ્સના સ્મિત પટેલે જણાવ્યું હતું કે, આ વખતે ખાસ કરીને હાર્ટ જેવા ચોક્કસ આકારની માગમાં અનેકગણો વધારો જાેવા મળ્યો છે અને એલજીડીમાં ચોક્કસ આકારમાં વૃદ્ધિ શક્ય છે.ss1