વલસાડ જિલ્લાની રેસ્ટોરન્ટ, ખાણીપીણીની લારીઓ, સ્ટોલ પર કડક ચેકિંગ
(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ જિલ્લામાં નિયમિત- પણે હોટલો રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની લારીઓ તથા સ્ટોલોમાં લોકોને પીરસવામાં આવતું ફૂડ અને ખાદ્યસામગ્રી પ્રજાને ખાવા લાયક છે કે કેમ, તેની અવારનવાર ચકાસણી વલસાડ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે.
હાલમાં દીપાવલીના પવિત્ર તહેવારો આવતા હોવાથી લોકો મીઠાઈઓ તથા અન્ય ફરસાણ વિગેરે વસ્તુઓ મીઠાઈ તથા ફરસાણની દુકાનો દુકાનોમાંથી ખરીદતા હોય છે, અને વારે તહેવારે હોટલો રેસ્ટોરન્ટમાં જમવા જતા હોય છે, ત્યારે ઘણી વખત હોટલો, રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકની જમવાની થાળીમાંથી, અગ્રાહ્ય વસ્તુઓ જેવી કે, વંદા,વાળ, માખી, તથા અન્ય અગ્રાહ્ય સામગ્રી નીકળતી હોય છે જેની ગ્રાહકો અવારનવાર ફૂડ એન્ડ ડ્રગ વિભાગને ફરિયાદો કરતા હોય છે.
જેથી વલસાડ જિલ્લા વિભાગ દ્વારા આખા વર્ષ દરમિયાન જિલ્લામાં હોટલો રેસ્ટોરન્ટો અને ખાણીપીણીની લારીઓ તથા સ્ટોલોમાં અવારનવાર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાતું હોય છે. તારીખ ૧૩ /૧૦/ ૨૦૨૪ ના દિવસે વલસાડના ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી એ આર વલવી ના માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,વલસાડના ફૂડ સેફટી ઓફિસર કુ. બી.કે. પટેલ તથા કુ. આર.એમ.પટેલ સાથેની સંયુક્ત ટીમે
વલસાડના શોપ એ-૧૦, પ્રમુખ સાનિધ્ય, મણીનગર ની સામે, અબ્રામા વિસ્તારમાં આવેલ સબઝીવાલા રેસ્ટોરન્ટની અચાનક તપાસણી હાથ ધરી રસોડું, ખાદ્ય સામગ્રી રાખવાના સ્ટોરેજ વિભાગમાં ગંદકી તેમજ તેમજ અસ્વચ્છતા મોટા પ્રમાણમાં જણાઈ આવતા સેમ્પલીગની કામગીરી કરવામાં આવેલ છે તેમજ ૧૫ દિવસ માટે લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને રેસ્ટોરન્ટ ને ઇમ્પ્રૂવમેન્ટ ન થાય ત્યાં સુધી બંધ રાખવા સૂચના આપેલ છે.