Western Times News

Gujarati News

વલસાડ જિલ્લાની તમામ પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપની ભવ્ય જીત

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ જિલ્લા મા વડાંપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો જાદુ ચાલી જતા જિલ્લા ની પાંચેય બેઠક પર ભાજપનો જવલંત વિજય થયો છે . જિલ્લા ની વલસાડ બેઠક પર ભાજપ ના ભરત પટેલ ૧લાખ વધુ મતો ની સરસાઈ સાથે સતત ત્રીજી ટર્મ મા ચૂંટાઈ આવ્યા હતા

જયારે રાજ્ય ના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પણ ૯૭હજાર મતો સાથે વિજયી થઇ સતત્ત ત્રીજી ટર્મ મા ચૂંટાયા હતા એજ પ્રમાણે પાણી પુરવઠા મંત્રી જીતુભાઇ ચૌધરી પણ ૩૨હજાર મતો થી વિજયી થયા હતા આ ઉપરાંત ધરમપુર બેઠક પર અરવિંદ પટેલ ૩૩હજાર થી વધુ મતો અને ઉંમરગામ બેઠક પર રમણભાઈ પાટકર

પણ ૬૪ હજાર થી વધુ મતો થી વિજયી થતા વલસાડ જિલ્લા મા ભાજપ નું સ્ટીમ રોલર ફરી વળ્યું હતું જિલ્લા મા ભાજપ ના ભવ્ય વિજય ને કાર્યકરો વધાવી વિજ્યોત્સવ મનાવ્યો હતો

વલસાડ જિલ્લા ની વિધાનસભા ની પાંચ બેઠકો ની યોજાયેલી ચૂંટણી ની મતગણતરી આજરોજ સરકારી ઈજનેરી કોલેજ ખાતે હાથ ધરવામાં આવી હતી જેમાં શરૂઆત થી જ ભાજપ ના ઉમેદવારો એ ભારે સરસાઈ મેળવવાનું શરૂ કરતા મતગણતરી ના પ્રારંભે થી જ ભાજપ નો વિજય નિશ્ચિત મનાઈ રહયો હતો

૧૭૮ધરમપુર બેઠક ના ઉમેદવાર અરવિંદ પટેલ ને ૮૩૫૫૪ મતો મળતા તેમનો ૩૩૩૨૭ મતો થી વિજય થયો હતો જયારે ૧૭૯ વલસાડ બેઠક પર ભાજપ ના ભરત પટેલ ને ૧૨૬૩૨૩ મતો મળતા તેમનો ૧.૩૭ લાખ મતો થી ભવ્ય વિજય થતા ભાજપી કાર્યકરો એ વિજ્યોત્સવ મનાવ્યો હતો

૧૮૦પારડી બેઠક પર રાજ્ય ના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ નો ભવ્ય વિજય થયો હતો તેમણે હરીફ ઉમેદવાર ને ૯૭૧૬૪મતો થી પરાજિત કર્યા હતા એજ પ્રમાણે ૧૮૧કપરાડા બેઠક પર પાણી પુરવઠા મંત્રી જીતુભાઇ ચૌધરી નો ૩૨૯૬૮મતો થી વિજય થયો હતો જયારે ૧૮૨ ઉંમરગામ બેઠક પર રમણભાઈ પાટકર નો ૬૪૭૮૬મતો થી વિજય થયો હતો જિલ્લા મા ભાજપ ના વિજય ને કાર્યકરો એ વધાવી વિજય સરઘસ કાઢી વિજ્યોત્સવ મનાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.