વલસાડ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેંક લિ.ની ૫૮મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન
(તસ્વીરઃ અશોક જાેષી) શાહુકારોની ચૂંગાલમાં ફસાયેલા નાનામાં નાના માનવીને વ્યાજનાં વિષચંક્રમાંથી બહાર કાઢવાં પોલીસ તંત્રના સહકારથી બેંક તરફથી અથાગ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં છે.
શાહુકારોનાં વ્યાજના વિષચક્રમાં ન ફસાઇ અને દેવાનાં ડુંગર તળે ન દબાય એ માટે ૩૧૯ જેટલા શ્રમજીવીઓને ૪ માસનાં ટુંકાગાળામાં રૂા.૧.૨૧ કરોડની લોનો બેંકમાંથી આપવામાં આવી છે. સાથે જ સભાસદોનાં અમૂલ્ય સહકાર થકી બેંકનાં ઇતિહાસમાં સૌ પ્રથમ વખત વિક્રમસર્જક રૂા.૯.૦૮ કરોડનો ચોખ્ખો નફો બેંકે કર્યો છે.
ત્યારે વલસાડ, નવસારી, ડાંગ જિલ્લાની ખેતી વિષયક ધિરાણ મેળવતી સેવા સહકારી મંડળીમાં કોમ્પ્યુટરનાં જાણકાર અને ગ્રેજ્યુએટ વ્યક્તિની નિમણૂંક થશે તો બેંક તરફથી રૂ.૫૦૦૦/- ની સહાય આપવાની જાહેરાત વલસાડ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેંક લિ.ની ૫૮મી સાધારણ સભામાં બેંકના ચેરમેનશ્રી અરવિંદભાઇ પટેલે ઉપસ્થિત સભાસદોને સંબોધનમાં ઉચ્ચાર્યા હતાં.
બેંકના ચેરમેનશ્રી અરવિંદભાઇ પટેલે પોતાની આગવી શૈલીમાં રજુ કરેલાં પ્રવચનમાં જણાવ્યું હતું કે બેંક આગામી વર્ષોમાં પ્રગતિનાં સોપાનો સિધ્ધ કરશે. જેનાં ભાગરૂપે ૩ વર્ષમાં બેંકનો બિઝનેશ ડબ્બલ કરવાની જાહેરાત કરી પ્રગતિશીલ ખેડૂતો માટે ૧ એકર દીઠ રૂા.૧ લાખની કિસાન સાથી કેશ ક્રેડીટની સુવિધા,
સહકાર સાથી યોજના હેઠળ માઇક્રો છ્સ્ સુવિધા, વોટ્સઅપ બેંકીંગ, વિડીયો દ્ભરૂઝ્ર, ઇ- બેંકીંગની સુવિધા, બેંકનાં ગ્રાહકો માટે જી-પે, ેંઁૈં, પોઝીટીવ પે, મંડળીઓ માટે પેક્સ ટુ એમ.એસ.સી. યોજના થકી વલસાડ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેંક લિ. ગરીબ ખેડૂતો માટે “લાઇફ લાઇન” બનવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
બેંકની ૫૮મી સાધારણ સભાની શરૂઆતમાં બેંકની ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસરશ્રી રોહિત આઇ.પટેલે પોતાનાં સ્વાગત પ્રવચનમાં વાવાઝોડા- વરસાદનાં ભય વચ્ચે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલાં સભાસદો પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરવાની સાથે બેંકનાં બોર્ડ ઓફ ડિરેકટર્સના માર્ગદર્શન અને સુચનો અનુસાર બેંકને પ્રગતિનાં સોપાનો સિધ્ધ કરવા સબબનો નિર્ધાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે,
હરિફાઇના યુગમાં આપણી બેંક ગ્રાહકલક્ષી અભિગમ અપનાવી બેંકના ગ્રાહકોને ઉત્તમ સેવા બેંક તરફથી પુરી પાડવામાં આવશે.સાધારણ સભાની એજન્ડા મુજબની કામગીરીમાં બેંકનાં બોર્ડ ઓફ ડિરેકટર્સ શ્રી મગનભાઇ પટેલ, મંગળભાઇ ગાંવિત, કિશોરભાઇ પટેલ, પંકજભાઇ પટેલ, હરિસિંહ સોલંકી, પૃથ્વીરાજભાઇ કે.મહેતા,
વનમાળીભાઇ બારીયા, અંબેલાલ વી.પટેલ સહિતનાઓએ ભાગ લઇ દરખાસ્ત અને ટેકો રજુ કરી એજન્ડા મુજબના તમામ કામો સર્વાનુમતે મંજુર કરતાં સાધારણ સભાનાં સંચાલનમાં ઉપસ્થિત સભાસદોની સહકારી ભાવનાને ઉપસ્થિત સૌએ બિરદાવી હતી.
સાધારણ સભાનાં સમાપન પ્રસંગે બેંકનાં વાઇસ ચેરમેનશ્રી ગોવિંદભાઇ પટેલે ઉપસ્થિત સભાસદોની સહકારી ભાવનાને બિરદાવી આભારવિધિ રજુ કરી હતી. સાધારણ સભાનું સંચાલન બેંકનાં ઇન્ચાર્જ લોન મેનેજર મુકેશ પાનવાલાએ કર્યું હતું.