વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાન જાગૃતિ સાયકલ મેરેથોનને લીલીઝંડી આપી

(પ્રતિનિધિ)વલસાડ, વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ મતદારોમાં મતદાનની જાગૃતિ કેળવાય અને લોકો વધુને વધુ મતદાન કરે તે શુભ હેતુસર આજરોજ વલસાડ શહેરની કોમર્સ કોલેજ કેમ્પસથી ૭૦ જેટલા સાયકલ સવારોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત વલસાડ જિલ્લામાં તા.૧ ડિસેમ્બરે મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થઈ મુક્ત મને મતદાન કરી શકે તેવા પ્રયાસ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે દ્વારા હાથ ધરાયા છે. આ સાયકલ મેરેથોનમાં જિલ્લાની કોલેજાે અને શાળાઓના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને શિક્ષકો, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી ઉમેશ શાહ, સ્વીપના નોડલ અને ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી- પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારીયા જાેડાયા હતા. આ સાયકલ મેરેથોન માં બાઈ સાયકલ મેયર ર્ડો .ભૈરવી જાેષી ખાસ હાજર રહી સાયકલ સવારો ને પ્રોત્સાહિત કર્યા હતા.
મતદારોમાં મતદાન જાગૃતિ માટે આ સાયકલ સવારો દ્વારા હુ વોટ કરીશ, અવસર લોકશાહીનો, મારો મત મારો અધિકાર અને લોભ-લાલચ વગર ર્નિભયતાથી મતદાન કરો જેવા પ્લે કાર્ડો સાથે સાયકલ સવારો શહેરના ભાગડાવડા-દાદીયા ફળિયાથી ધોબીતળાવ થઈ આઝાદચોક, સ્ટેડિયમ રોડ, બસ સ્ટેન્ડ, ધરમપુર રોડ, આરપીએફ ચોકડી, નનકવાડા હાલર રોડથી પસાર થઈ અંતે સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા જ્યાં આ મેરેથોન પૂર્ણ થઈ હતી. મેરેથોન દરમિયાન શહેરમાં ટ્રાફિક નિયમન માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.