વલસાડ જિલ્લા ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય સામગ્રીના નમૂના લેવાયા, નાપાસ નમૂનાઓનો નાશ કરાયો

AI Image
વલસાડ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વલસાડ સર્કલ વલસાડને તા.૧૩/૦૫/૨૦૨૫ના રોજ મળેલી ફરિયાદ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, વલસાડના ડેઝિગ્નેટેડ ઓફિસર એ.આર.વળવીના માર્ગદર્શન હેઠળ હલકી ગુણવત્તાવાળી ખાધચીજોનું વેચાણ થયા અંગેની ફરિયાદ મળતા તંત્રના ફૂડ સેફટી ઓફિસરો બી.કે. પટેલ તથા આર.એમ.પટેલ સાથેની સંયુક્ત ટીમે અલ્કા ફરસાણ માર્ટ,
શોપ નં ૧૬, ગાંધી માર્કેટ, મ્યુનીસીપાલિટી ઓફીસ ની સામે, વલસાડ, તા.જી.વલસાડની તપાસણી હાથ ધરી પેટીસ (લુઝ) (પ્રીપેર્ડ ફૂડ) તથા કચોરી (લુઝ) (પ્રીપેર્ડ ફૂડ) ના સેમ્પલીગની કામગીરી કરવામાં આવેલ છે તેમજ મહાલક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણ, સી-૧૦/૧૧, જ્યોતિ હોલની સામે, આંબેડકર શોપિંગ સેન્ટર, ન્યુ વેજીટેબલ માર્કેટ, વલસાડ, તા.જી.વલસાડ તથા
તેઓની મેન્યુફેક્ચરીંગ પેઢી મહાલક્ષ્મી ફૂડ પ્રોડક્ટ્સ, સુરજ એસ્ટેટ, આઈસ ફેક્ટરીની સામે, એન્કર ગલી, કૈલાસ રોડ, મોગરાવાડી, વલસાડ, તા.જી.વલસાડની તપાસણી હાથ ધરી અનુક્રમે પેંડા (સ્વીટ) (લુઝ) તથા મીઠો માવો (લુઝ) ના સેમ્પલીગની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત સોશીયલ મિડીયામાં ફરતા વાયરલ મેસેજ અન્વયે પરમ હોસ્પીટાલીટી, શોપ નં ૧૧ એ,
બિલ્ડીંગ નં-૧૧,સર્વે નંબર ૧૨૩૪, ને.હ.નં-૪૮, વૈષ્ણવી પેટ્રોલિયમ, રોલા ગામ,વલસાડ, તા.જી વલસાડ ખાતે આવેલ પેઢી અજફાન ઇન્ટરનેશનલ એલએલપીની તપાસણી હાથ ધરી આખા અખરોટનો આશરે ૧.૬ કિ.ગ્રા જથ્થાનો એફ.બી.ઓ. એ રૂબરૂ માં સ્વેચ્છાએ નાશ કર્યો હતો. તેમજ ડ્રાઈડ કીવી ગ્રીન (લુઝ) તથા અખરોટ (લુઝ) ના સેમ્પલીગની કામગીરી કરવામાં આવી હતી તથા કડક સુચનો આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હજી વધુ તપાસો કરવામાં આવનાર છે.