વલસાડ ફૂટબોલ એસોસિએશન તમામ ગ્રુપ મેચ જીતી ગુજરાત સ્ટેટમાં ફર્સ્ટ રનર અપ બની
(તસ્વીરઃ અશોક જાેષી) વલસાડ ફૂટબોલ એસોસિએશન તમામ ગ્રુપ મેચ જીતી ગુજરાત સ્ટેટમાં ફર્સ્ટ રનર અપ બનતા વલસાડ જિલ્લાના તમામ ફૂટબોલ પ્રેમીઓમાં ખુશી પ્રસરી ગઇ હતી, વલસાડ જિલ્લા ફૂટબોલ એસોસિયેશનએ ભાવનગર સામે ૧-૦થી જીત અને બોટાદ સામે ૨૦-૦ થી જીત,
બનાસકાંઠા સામે ૩-૧થી જીત્યા હતા પણ ફાઇનલ માં પહુંચતા તેઓ ૦-૭ થી પાટણ થી હારી જતા તેઓ જી એસ એફ એ સિનિયર વિમેન્સ ૨૦૨૩-૨૪ રનર્સ અપ ટ્રોફી નાં વિજેતા રહ્યા હતા, ગયા વર્ષના ટુર્નામેન્ટમાં તેઓ સેકંડ રનર અપ રહ્યા હતા,વલસાડ ફૂટબોલ એસોસિએશન અને સંધ્યા ગ્રુપ માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે
અને અંતે ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન સિનિયર વુમન ૨૦૨૩-૨૪માં રનર અપ તરીકે વિજય મેળવવા બદલ ગર્વ અનુભવું હતું, જેના બદલ ફૂટબોલ ટીમના માર્ગદર્શક અને ગુરુ સુશીલ સુર્વેનો આટલા વર્ષોથી તમામ ગર્લ પ્લેયર્સ ને તાલીમ આપવાના પ્રયાસો માટે
અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશનમાં ફ્રન્ટ રનર અપ બનવા બદલ વલસાડ ફૂટબોલ એસોસિએશન ના પ્રેસિડેન્ટ અને વાપી ફૂટબોલ ક્લબ ના ડાયરેકટર ડો સ્મિત પટેલ ખૂબ જ ગર્વ અનુભવી તમામ ટીમના સભ્યો ને શુભેચ્છા પાઠવી હતી.