Western Times News

Gujarati News

વલસાડ સહિત દ.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું

File

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં ઠંડીની શરૂઆત થઇ છે ત્યાં તો વલસાડ પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વલસાડ જિલ્લા ધરમપુર, ગોરખડા, મોહપાડા, આવધા, રાજપુર સહિતના આંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતાં ભરશિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.

શિયાળાની સિઝનમાં વરસાદ આવતા વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કારણ માવઠાના લીધે શિયાળુ પાકને નુકસાન પહોંચવાની ભિતિ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે કસોમસમી વરસાદની આગાહી કરી હતી. છઠ્ઠી ડિસેમ્બર બાદ તાપમાન ૧૪થી નીચે જતાં ઠંડી વધશે. હવામાન નિષ્ણાતોને મતે અમદાવાદમાં ૬ ડિસેમ્બર બાદ અમદાવાદમાં ઠંડીનું જોર વધશે.

૧૫ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં ડીસા, પોરબંદર, જામનગર, રાજકોટનો સમાવેશ થાય છે. આગામી સાતમી ડિસેમ્બર સુધી લઘુતમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રીની આસપાસ જ રહી શકે છે. આ પછી પારો તબક્કાવાર ઘટવા લાગતાં ઠંડીમાં વધારો અનુભવાશે.

૨૦મી ડિસેમ્બર બાદ પારો ૧૧ ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે. ઉત્તર પૂર્વીય પર્વતીય વિસ્તારમાં સતત હિમવર્ષાને કારણે આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઠંડી ઘટવા લાગી છે. તેના પરિણામે નાગરિકો ડબલ ઋતુનો અહેસાસ કરી રહ્યા છે. વહેલી સવારે ફૂંકાતા પવનના કારણે વાતાવરણ ઠંડું થઈ જાય છે પરંતુ બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં દ.ગુજરાતમાં આજે માવઠું થતાં ઠંડી વધવાની શક્યતા છે. જો કે, આ માવઠાથી કૃષિને નુકસાન જાય તેવી દહેશત સેવાઈ રહી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.