૧૬૨૫ બેગ એકત્રિત કરાઈ વલસાડમાં રોલા ગામે યોજાયેલા મેગા બ્લડ કેમ્પમાં
(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ તાલુકાના રોલા ગામે ભારતીય જનતા પાર્ટી તેમજ અતુલ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા આયોજિત બ્લડ કેમ્પમાં ૧૬૨૫ યુનિટી રક્ત એકત્રિત થતાં નવો કીર્તિમાન સ્થાપિત થયો. વલસાડ તાલુકાના રોલા ગામે “પરમ હોસ્પિટલીટી ખાતે ઔતિહાસિક મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેમાં રેકોર્ડ બ્રેક ૧૬૨૫ યુનિટી રક્ત બેગ એકત્ર કરાઈ.
વલસાડ જિલ્લામાં રક્તદાન જેવી સેવાકીય ક્ષેત્રમાં એક નવો કીર્તિમાન સ્થાપિત થયો છે. વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તેમજ અતુલ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા વલસાડ તાલુકાના રોલા ગામે “પરમ હોસ્પિટલીટી” ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રેકોર્ડ બ્રેક ૧૬૨૫ રક્તબેગ એકત્ર કરાઈ હતી.
25 તારીખે, રવિવારના દીને વલસાડના રોલા ગામે કેન્દ્રીય જળ શક્તિ વિભાગના કેબિનેટ મંત્રી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ સી. આર. પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની સુચના અને માર્ગદર્શન મુજબ, વલસાડ તાલુકાના રોલા ગામે આવેલ “પરમ હોસ્પિટલીટી” ખાતે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તેમજ અતુલ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા “મેગા બ્લડ ડોનેશન કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પનો શુભઆરંભ “પરમ હોસ્પિટલીટી”ના ચેરમેન દીપેશભાઈ ભાનુશાલીના માતૃશ્રી ગજરાબેન ભાનુશાલી,તેમજ તેમના પત્ની જ્યોતિબેન દીપેશભાઈ ભાનુશાલી દ્વારા કરવામાં આવ્યું હતું, આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ઐતિહાસિક રેકોર્ડ બ્રેક ૧૬૨૫ રક્ત બેગ એકત્ર કરાઈ હતી તેમજ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના ૧૧૩માં “મન કી બાત” કાર્યક્રમ લાઈવ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું.વલસાડ જીલ્લા ભારતીય જનતા પાર્ટી તથા અતુલ રૂરલ ડેવલોપમેન્ટ ફંડ દ્રારા આયોજીત મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન વલસાડ તાલુકાના રોલા ગામે “પરમ હોસ્પિટાલિટી” ખાતે કરવામાં આવ્યુ હતું.
આ સાથે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૧૧૩માં “મન કી બાત” કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવાનો કાર્યક્રમ વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને, પ્રદેશ મંત્રી શીતલબેન સોની, નવસારી જીલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, પ્રદેશના મન કી બાતના સહઇન્ચાર્જ માધુભાઈ કથીરીયા, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જીલ્લા મહામંત્રી શીલ્પેશભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું,