વલસાડ શારદામઠ ખાતે ભક્ત સંમેલન યોજાયું

(પ્રતિનિધિ) ધરમપુર, શ્રી શારદામઠ અને શ્રી રામકૃષ્ણ શારદા મિશનના અધ્યક્ષા પ્રવાજીકા પ્રેમપ્રાણા માતાજીના સાનિધ્યમાં વલસાડ ખાતે ભક્ત સંમેલન યોજાવામાં આવ્યું હતું જેમાં દક્ષિણ ગુજરાતના ભક્તોએ ભાગ લીધો હતો
મોગરાવાડી સ્થિત શ્રી શારદામઠ વલસાડ ખાતે આયોજિત આ ભક્ત સંમેલનમાં પ્રવાજીકા સુગતપ્રાણા માતાજીએ પ્રાસંગિક ઉદબોધન કરી તમામને આવકાર્ય હતા અને અધ્યક્ષા બન્યા બાદ પ્રથમવખત ગુજરાત પધારેલા પ્રવાજીકા પ્રેમપ્રાણા માતાજીનું અભિવાદન કર્યું હતું.પ્રવાજીકા પ્રેમપ્રાણા માતાજીએ પોતાના વક્તવ્યમાં જણાવાયું કે માં શારદાદેવીએ સમસ્ત રામકૃષ્ણ મિશનના જનેતા છે,
વિશ્વઆચાર્ય પણ સ્વામી વિવેકાનંદજી પણ માં શારદાદેવીની આજ્ઞા મેળવ્યા બાદ જ ૧૮૯૩ માં શિકાગો ખાતે યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા પહોંચ્યા હતા. સ્વામી વિવેકાનંદજીએ જે રીતે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી એ જ રીતે બહેનોનો પણ અલગ મઠ બને એવા ઈચ્છા રાખતા જે શ્રી શારદામઠના બેનર હેઠળ પુરી થઈ,
માં શારદાદેવી ગૃહસ્થધર્મને પણ અનેરું સ્થાન આપતા અને માનતા “માનવજીવનનું લક્ષ્ય છે ઈશ્વરપ્રાપ્તિ” જેને પવિત્રતા, શુદ્ધતા અને શાંતિના ગુણો સાથે નામજપ કરી સહેલાઈથી મેળવી શકાય છે,
આ ઉપરાંત માતાજીએ શ્રી શારદામઠની સ્થાપના વખતે પ્રાવાજીકા ભરતીપ્રાણા માતાજીના વિશેષ પ્રાયાસોની વિગતે ચર્ચા કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ઠાકુરભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં આભારવિધિ પ્રવાજીકા વેદનિષ્ઠાપ્રાણા માતાજીએ આટોપી હતી.