‘વંદે ભારત એક્સપ્રેસે’ ટ્રાયલ રનમાં બુલેટ ટ્રેનનો રેકોર્ડ તોડ્યો
ત્રીજી અને નવી ‘વંદે ભારત એક્સપ્રેસે’ ટ્રાયલ રન દરમિયાન માત્ર 52 સેકન્ડમાં 0 થી 100 Km પ્રતિ કલાકની ગતિની ઝડપ સાથે બુલેટ ટ્રેનનો રેકોર્ડ પણ તોડી દીધો હતો. શુક્રવારના રોજ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ બાબતની જાણકારી આપી હતી.
આ સિવાય તેમણે એ પણ કહ્યું હતું કે, ફોટોકૈટલિટિક એર પ્યૂરીફાયર સિસ્ટમ નવી ‘વંદે ભારત ટ્રેન’ને કોરોના સહિત તમામ વાયું જન્ય રોગોથી મુક્ત રાખશે. તમને જણાવી દઈએ કે, ભારતની આ સેમી-હાઈ સ્પીડ ટ્રેન આગામી કેટલાક સપ્તાહોમાં અમદાવાદ-મુંબઈ રૂટ ઉપર ચાલવા માટે તૈયાર છે.
ટ્રાયલ રનના પરિણામોની જાહેરત કરતી વખતે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, ‘વંદે ભારત ટ્રેનનું ત્રીજું પરીક્ષણ ગુરૂવારના રોજ પૂર્ણ થઈ ગયું છે.
વંદે ભારત ટ્રેને માત્ર 52 સેકન્ડમાં જ 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવી જ્યારે બુલેટ ટ્રેનને આ ઝડપ મેળવતા 54. 6 સેકન્ડનો સમય લાગે છે. આ ટ્રેનની મહત્તમ ગતિ 180 Km પ્રતિ કલાક છે. જૂની વંદે ભારતની મહત્તમ ગતિ 160 Km પ્રતિ કલાક છે.’