Western Times News

Gujarati News

વડાપ્રધાન આવતીકાલે ગોવા થી મુંબઈ વચ્ચે દોડનારી વંદેભારત ટ્રેનને લીલી ઝંડી આપશે

મુંબઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે ઓનલાઈન માધ્યમથી પ્રથમ પ્રવાસમાં મડગાંવ રેલ્વે સ્ટેશનથી ગોવા-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે.

અધિકારીઓએ આ માહિતી આપી હતી. રેલ્વે અધિકારીઓએ અહીં જણાવ્યું કે, આ દેશની ૧૯મી સેમી-હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ હશે, ચોથી વંદે ભારત ટ્રેન મુંબઈથી અને પાંચમી વંદે ભારત ટ્રેન મહારાષ્ટ્રથી ઓપરેટ થશે. તેમણે જણાવ્યું કે, મડગાંવ રેલ્વે સ્ટેશન પર આયોજિત ઉદ્‌ઘાટન સમારોહમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અન્ય મહાનુભાવો સાથે હાજર રહેશે.Vande Bharat train will run between Goa and Mumbai from tomorrow

અધિકારીઓએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન લગભગ ૧૦.૪૫ વાગ્યે વિડિયો લિંક દ્વારા ટ્રેનને લીલી ઝંડી બતાવશે અને તે લગભગ ૬.૩૦ વાગ્યે મુંબઈ પહોંચશે. તેમણે માહિતી આપી હતી કે, અન્ય વંદે ભારત એક્સપ્રેસના ૧૬ કોચથી વિપરીત, મુંબઈ-ગોવા રૂટ પર ચાલતી ટ્રેનમાં માત્ર આઠ કોચ હશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ટ્રેનનું સંચાલન શુક્રવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ ચાલશે. જાેકે, હજુ સુધી નિયમિત સમયપત્રક જાહેર કરવામાં આવ્યું નથી.

અત્યાર સુધી મુંબઈથી ત્રણ વંદે ભારત ટ્રેનો ચાલી રહી છે. જે ગાંધીનગર, શિરડી અને સોલાપુર માટે ચાલે છે. દેશની આર્થિક રાજધાનીમાંથી ચલાવવામાં આવનાર આ ચોથું વંદે ભારત હશે. હાલમાં ભારતમાં વંદે ભારત ટ્રેલ્સની કુલ ૧૮ જાેડી ચાલી રહી છે, જેમાં ગુવાહાટીથી ન્યૂ જલપાઈગુડી વચ્ચે દોડતી ટ્રેન તાજેતરમાં શરૂ થઈ છે.

મહિનાની શરૂઆતમાં, પ્રથમ વંદે ભારત ઓડિશાથી રવાના થયું હતું જે પુરીથી હાવડા વચ્ચે ચાલે છે. મુંબઈમાં ચાલતી ૩ વંદે ભારત ટ્રેનો ઉપરાંત દેશની રાજધાની દિલ્હીથી ૬ વંદે ભારત ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. જે દિલ્હીને દેહરાદૂન, અજમેર, વારાણસી, કટરા, ભોપાલ અને અંબ અંદૌરા સાથે જાેડે છે.

તે જ સમયે, મૈસુર અને કોઈમ્બતુર, ચેન્નાઈમાં વંદે ભારત છે, વંદે ભારત બિલાસપુર-નાગપુર, હાવડા-ન્યૂ જલપાઈગુડી, સિકંદરાબાદ-તિરુપતિ, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ અને તિરુવનંતપુરન-કસરાગોડ રૂટ પર પણ કાર્યરત છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.