દહાણુંરોડ પર બ્લોકને કારણે અમદાવાદથી ઉપડતી કેટલીક ટ્રેનોને અસર થશે
વાનગાંવ અને દહાણુંરોડ સ્ટેશનો વચ્ચેના બ્રિજ નંબર 161 પર સ્પૅનના સ્ટીલ ગર્ડરોને પ્રી કાસ્ટ/આરસીસી સ્લેબથી બદલવાના કાર્યના સંબંધમાં 18 ડિસેમ્બર, 2022ના રોજ 08.30 કલાકથી 12.30 કલાક સુધી અને 19/20 ડિસેમ્બર, 2022ના મધ્યરાત્રિએ 02.50 સુધી બ્લોક લેવામાં આવશે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળથી દોડતી/ પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
18 ડિસેમ્બર, 2022 ના રોજ અસરગ્રસ્ત ટ્રેનો:
ટ્રેનોનું રેગ્યુલેશન
1.ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસને 1.10 કલાક રેગ્યુલેટ કરવામાં આવશે
2. ટ્રેન નંબર 19578 જામનગર – તિરુનેલવેલી એક્સપ્રેસ 02.00 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
3. ટ્રેન નંબર 22966 ભગતની કોઠી – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસને 01.50 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
4. ટ્રેન નંબર 22956 ભુજ-બાંદ્રા ટર્મિનસ કચ્છ એક્સપ્રેસને 01.45 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
5. ટ્રેન નંબર 12479 જોધપુર-બાંદ્રા ટર્મિનસ સૂર્યનગરી એક્સપ્રેસને 01.30 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
6. ટ્રેન નંબર 12489 બિકાનેર-દાદર એક્સપ્રેસ 01.00 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
7. ટ્રેન નંબર 19418 અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ 01.30 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
8. ટ્રેન નંબર 82902 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ 30 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
ટ્રેનોનું આંશિક રદ્દ
1. ટ્રેન નંબર 12934 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ ઉધના ખાતે શોર્ટટર્મિનેટ કરવામાં આવશે અને ઉધના અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
2.ટ્રેન નંબર 12933 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ ઉધનાથી ઉપડશે અને મુંબઈ સેન્ટ્રલ અને ઉધના વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
19/20 ડિસેમ્બર, 2022 ની મધ્યરાત્રિએ અસરગ્રસ્ત ટ્રેનો:
ટ્રેનોનું રેગ્યુલેશન :
1. ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ 50 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
2. ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસને 35 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
3. ટ્રેન નંબર 22928 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ લોકશક્તિ એક્સપ્રેસ 30 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
4. ટ્રેન નંબર 22904 ભુજ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ 25 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.