YRKKHમાંથી વંશ શરણ આનંદાનીની એક્ઝિટ
મુંબઈ, આશરે ૧૪ વર્ષથી દર્શકોને મનોરંજન પૂરું પાડી રહેલી પોપ્યુલર સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈને અત્યારસુધીમાં ઘણા કલાકારો અલવિદા કહી ચૂક્યા છે.
તેમાં લેટેસ્ટ નામ શરણ આનંદાની છે, જે ‘વંશ’ના પાત્રમાં જાેવા મળી રહ્યો હતો. હાલમાં ટીવી સાથે તેણે શો છોડવા વિશે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી સાથે જ કયા કારણથી તે આ ર્નિણય લેવા મજબૂર થયો તેનો પણ ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, ‘તે ઘણું નિરાશાજનક હતું પરંતુ મારે છોડવું પડ્યું.
એપ્રિલ મહિનાથી મારા પાત્રને યોગ્ય સ્ક્રીન સ્પેસ મળી રહી નહોતી અને આ વિશે મેં મેકર્સને પણ વાત કરી હતી. રીમ સાથેનો મારો ટ્રેક પણ બંધ થઈ ગયો હતો અને તેમણે કોવિડ-૧૯નું બહારનું ધર્યું હતું. મેં મારી ચિંતાઓ તેમની સાથે શેર કરી હતી પરંતુ તેમણે મને રાહ જાેવા કહ્યું હતું.
મેં આશા સાથે રાહ જાેઈ હતી પરંતુ પ્રતિ દિવસનું શૂટિંગ પણ કટ કરી દેવામાં આવ્યું હતું. ૨૦-૨૫ દિવસના બદલે હું મહિનામાં માંડ થોડા દિવસ શૂટ કરતો હતો. શરણ આનંદાનીએ કારણ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘શૂટિંગના દિવસો વધારવા માટે મેં મેકર્સ સાથે વાત કરી હતી પરંતુ તેની કોઈ અસર થઈ નહોતી.
તેથી, મેં શો છોડવાનું નક્કી કર્યું હતું. મેં મારો ર્નિણય તેમને સંભળાવ્યો હતો પરંતુ તેમણે મને ચોક્કસ તારીખ કે પ્રક્રિયા વિશે જણાવ્યું હતું. શરણને જે રીતે શો છોડવો પડ્યો તે માટે એ નિરાશ થયો હતો. તેણે ઉમેર્યું હતું કે, ‘એક અઠવાડિયા સુધી મને ફોન કરવામાં આવ્યો નહોતો અને હું ઘરે બેઠો હતો. આ વાતથી હું પરેશાન થયો હતો અને ફોન કરીને શું મને શોમાંથી ફ્રી કરવામાં આવ્યો છે તેમ પૂછ્યું હતું.
તે સમયે મને મેસેજ આવ્યો હતો કે, તેઓ અપડેટ આપવાના હતા કે તેમણે મને શોમાંથી મુક્ત કર્યો છે. મારી સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું તેનાથી હું નિરાશ છે. હું મારા કો-સ્ટાર્સને સરખી રીતે અલવિદા પણ ન કહી શક્યો. યે રિશ્તા…’માં પોતાની જર્ની વિશે વાત કરતાં શરણે કહ્યું હતું તે આનંદદાયક સફર રહી, તે મારા જીવનના સૌથી મોટા પ્રોજેક્ટમાંથી એક હતો.
મારું કો-એક્ટર્સ સાથેનું બોન્ડિંગ પણ સારું હતું. આ પ્રકારની એક્ઝિટ વિશે અપેક્ષા નહોતી પરંતુ હું સારી ક્ષણોને યાદ રાખીશ’. શરણ થોડા સમય માટે બ્રેક લેવાનો છે અને ત્યારબાદ ખૂબ જલ્દી ટીવી અથવા ઓટીટીના નવા પ્રોજેક્ટ સાથે કમબેક કરશે.SS1MS