Western Times News

Gujarati News

સમરસતાનું પ્રતિક: એક જ મંડપ નીચે આઠ જ્ઞાતિના ર૩ નવયુગલે પ્રભુતામાં પગ માંડયા

સમરસતાનું પ્રતિક વંથલીનું ઘંધુસર ગામ

જૂનાગઢ, માનવ અધિકાર દિવસે વંથલી તાલુકાના ધંધુસર ગામે સમૂહ લગ્ન યોજી, આઠ આઠ જ્ઞાતિના ર૩ નવદંપતીઓએ એક જ મંડળ નીચે પ્રભુતામાં પગ માંડી ધંધુસર ગામે સમસરતાનું આદર્શ ઉદાહરણ પૂરું પાડયું છે.

જૂનાગઢ નજીકનું વંથલી તાલુકાનું ધંધુસર ગામે ૯૦ ટકા વસ્તી મહેર જ્ઞાતિની છે. આ ઉપરાંત પ્રજાપતિ કોળી, દેવીપૂજક, ભોઈ, અનુસૂચિત જાતિ સહિતની જ્ઞાતિઓ વસવાટ કરે છે. આવી નાની જ્ઞાતિઓના આંસુ લૂંછવા અને સહારો બનવા ધંધુસરના ગ્રામજનો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ગામ પૂરતા સમૂહ લગ્નનું આયોજન કરે છે.
આજે સમગ્ર વિશ્વમાં માનવ અધિકાર દિવસ મનાવવામાં આવ્યો હતો.

માનવ અધિકારોને લઈને અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે પણ ધંધુસરામાં સર્વ જ્ઞાતિઓને જોડી એક જ મંડપ નીચે કન્યા વિદાયનો પ્રસંગ ઉજવીને અનોખી રીતે માનવ અધિકાર દિવસની ઉજવણી કરાઈ હતી.

ઉપરોકત તમામ આઠ જ્ઞાતિના ર૩ નવ યુગલોના ગામના યજમાન પદે સમૂહ લગ્ન યોજી, સામાજિક અસ્થપૃશ્યતાને તિલાંજલિ આપી તમામ ગ્રામજનો આ સમૂહ લગ્ન પોતાનો અવસર માની યાદગાર બનાવ્યો હતો. ગામના અગ્રણી કાળુભાઈ સિંઘવે જણાવ્યું કે, આજે સામાજિક સમસ્યા પડકાર રૂપ છે ત્યારે નાના લોકોને સહારો બનવા અને સમરસતાનું વાતાવરણ સર્જવા છેલ્લા ત્રણ વર્ષથી ગામ સમૂહ લગ્ન યોજે છે.

આ સમૂહ લગ્નમાં ગામના યુવાનો સ્વયંસેવક બની પ્રસંગને યાદગાર બનાવે છે. સામાજિક સમરસતા જ આજના સમયની માંગ છે. ધંધુસરવાસીઓ આ મહેણું ભાંગવા દર વર્ષે અનોખું આયોજન કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.