વાપીના કિરણ રાવલની રાષ્ટ્રીય પરશુરામ સેના બ્રહ્મવાહિની રાષ્ટ્રીય કમિટીના મુખ્ય સચિવ તરીકે પસંદગી
(પ્રતિનિધિ) વાપી, વાપીના સમાજ સેવક કિરણ રાવલ જેઓ ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને એમણે વાપીમાં પોતાનું એક ટ્રસ્ટ પણ બનાવ્યું છે જેના તેઓ પોતે મેનેજિંગ ટ્રસ્ટી પણ છે અને આ ટ્રસ્ટ છેલ્લા ૮ વર્ષથી વાપી તેમજ આજુબાજુના વિસ્તારોમાં સમાજ ઉપયોગી સમાજ સેવાના અવિરત કાર્યો કરતા આવ્યા છે જે સર્વને વિદિત છે.
આ વિસ્તારમાં પ્રચલિત છે. વાપીના સમાજ સેવક કિરણ રાવલની નિમણુક ગત દિવસોમાં આખા દેશના અલગ અલગ રાજ્યમાં ચાલતા બ્રાહ્મણ સમાજના સંગઠન રાષ્ટ્રીય પરશુરામ સેના બ્રહ્મ વાહિનીની રાષ્ટ્રીય કમિટી દ્વારા આખા ગુજરાત રાજ્ય માંથી કિરણ રાવલને રાષ્ટ્રીય મુખ્ય સચિવ તરીકે પસંદગી કરવામાં આવી હતી.
આપણે સૌ જાણીએ છીએ કિરણ રાવલને આપવામાં આવેલી જવાબદારીને ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય મુખ્ય સચિવ કિરણ રાવલે ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય પરશુરામ સેના બ્રહ્મ વાહિની સંગઠનની સૌ પ્રથમ એક મીટિંગનું આયોજન તારીખ ૧૫.૯.૨૦૨૪ ને રવિવારના રોજ શાહપુર, ભાવસાર હોલ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું
આ મીટિંગ માં બ્રાહ્મણ સમાજના સંગઠનના રાષ્ટ્રીય કમિટીએ નક્કી કરેલા મુખ્ય એજન્ડા પર ચર્ચા કરી હતી અને ત્યાર બાદ આવનારા દિવસોમાં રાજ્ય ભરમાં દરેક જિલ્લામાં સમાજ ના ભૂદેવ પરિવારોના પ્રશ્નોની ચર્ચાઓ કરી હતી અને એ મુદ્દાઓને દયાનમાં રાખી સમાજના હિતમાં કાર્યો કરી રાજ્યભરમાં દરેક જિલ્લા મુજબ કયા કયા સમાજ ઉપયોગી કાર્ય તથા કાર્યક્રમો કરવાં અને આ સમાજનું સંગઠન સમાજને કઈ કઈ રીતે ઉપયોગી થઇ શકે
એ મુદ્દાઓ પર પણ ચર્ચા વિચારણા થઈ હતી અને સાથે ગુજરાત પ્રદેશ ની નવી ઉપચારિક કમિટીના ની પણ રચના કરવામાં આવી હતી આ દેશ ભરમાં ચાલતા બ્રાહ્મણ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ સમાજ એકતાનો રહેસે એ એજન્ડાને મુખ્ય ગણી, એ એજન્ડા પર વધુ ભાર પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી આ પ્રથમ મીટિંગમાં ગુજરાત રાજ્યમાંથી લગભગ ૯૦ થી ૧૦૦ બ્રાહ્મણ ભૂદેવો હાજર રહ્યા હતા
અને દરેક ભૂદેવ ભાઈઓએ સંગઠનના રાષ્ટ્રીય મુખ્ય સચિવ કિરણ રાવલને આગામી દિવસોમાં નક્કી કરેલા નીતિ નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાની અને સમાજ ઉપયોગી સંગઠન બનાવવા અગામી દિવસોમાં પ્રયાસ કરવામાં આવશે.