વાપી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટે રાહતદરે નોટબુકોનું વિતરણ કર્યું

(પ્રતિનિધિ) વાપી, વાપી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી અને વાપીના સમાજ સેવક કિરણ રાવલ અને ટ્રસ્ટના અન્ય સભ્યો દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ દરેક સ્કૂલોનું નવું સત્ર ચાલુ થયા પહેલા રાહત દરે છ૪ સાઈઝની અને છ૫ સાઇઝની નોટબુકોનું રાહત દરે વિતરણ કર્યું હતું
આ વખતે ટ્રસ્ટના ટ્રસ્ટી અને વાપીના સમાજ સેવક કિરણ રાવલ દ્વારા તારીખ ૩૦.૩.૨૦૨૫ ને રવિવારના રોજ સવારે ૯.૦૦ વાગે વાપી ટાઉનમાં આવેલ સિનિયર સિટીઝન હોલ ખાતે ફક્ત ૧ દિવસ પૂરતો રાહત દરે નોટ બુક વિતરણ કેમ્પ રાખ્યો હતો
આ નોટબુક વિતરણ કેમ્પમાં દરેક નોટબુકની બજાર કિંમત કરતા લગભગ ૬૫% ડિસ્કાઉન્ટ આપી રાહત દરે નોટબુકોનું વિતરણ કર્યું હતું આ નોટબુક વિતરણ કેમ્પમાં છ૪ સાઈઝ ની અને છ૫ સાઇઝની એમ બંને સાઇઝની જ નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ વિતરણ કેમ્પમાં કિરણ રાવલ દ્વારા આ બંને પ્રકારની ફૂલ્સકેપ નોટબુકોની નક્કી કરેલ સાઇઝ અને ફૂલ્સકેપ નોટબુકોના અંદરના રહેલા નોટબુકોના પેજની સ્ટાન્ડર્ડ ગુણવત્તા સચવાઈ રહે એ વાતનું ખાસ ધ્યાન રાખી
દરેક નોટબુકોનું રાહત દરે વિતરણ કર્યું હતું આ એક દિવસના નોટબુક વિતરણ કેમ્પમાં લગભગ અંદાજીત ૨૩૦૦૦ નોટબુકોનું રાહતદરે વિતરણ કર્યું હતું.કિરણ રાવલ દ્વારા અમુક પરિવારોને પરિસ્થિતિને દયાનમાં રાખી. અમુક ફૂલ્સકેપ નોટબુકોનું ફ્રી માં પણ વિતરણ કર્યું હતું.
આમ કિરણ રાવલના આ સમાજ સેવાના કાર્યથી દરેક વિધાર્થી તેમજ તેમના માતા-પિતાના મોઢા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આમ સમાજ સેવક કિરણ રાવલના દરેક સમાજ સેવાના કર્યો લોકોમાં રાહત પહોંચાડી શકાય એવા હોય છે.