એક મહિનામાં ૨૦૮થી વધુ પશુ પક્ષીને સારવાર આ ટ્રસ્ટના સભ્યોએ કરી
વાપીની ટીંકુ મેમોરિયલ ટ્રસ્ટની પ્રશંસનીય કામગીરી
(પ્રતિનિધિ) વાપી, વાપીની ટીંકુ મેમોરિયલ ટ્રસ્ટ ઘણા વર્ષોથી જરૂરિયાતમંદ અબોલ પ્રાણીઓની સેવા કરી રહી છે. ૧ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ ૨૦૨૪ સુધીમાં ટ્રસ્ટ દ્વારા ૨૦૮થી વધુ પશુ-પક્ષીઓને સારવાર આપવામાં આવી છે.વાપી ગુજરાત સંચાલિત ટીંકુ મેમોરિયલ ટ્રસ્ટ, નન્દ પ્રભા જીવદયા સેવા અને શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબથી પ્રેરિત નિશિ પશુ એમ્બ્યુલન્સ સેવા દ્વારા મફતમાં પશુ એમ્બ્યુલન્સની સેવાઓ વર્ષોથી શરૂ કરવામાં આવી છે.
જેમાં અબોલ ઇજાગ્રસ્ત પ્રાણીઓને મફતમાં સારવાર આપી જરૂર પડે તો તેઓને આશ્રય પણ આપવામાં આવે છે. એક કોલ પર સંસ્થા એમ્બ્યુલન્સ લઇને ઘટના સ્થળે પહોંચે છે અને પ્રાણીઓની સારવાર કરે છે. એક ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન ૧૬૦ શ્વાન, ૧૭ ગાય, ૧૪ કબુતર, ૧૧ બિલાડી, ૨ બળદ અને ૪ પક્ષીને સારવાર અપાઇ હતી.
આ સિવાય સંસ્થા દ્વારા (શીતલ રાયચુરા) વાપી શહેરમાં પશુ અને પક્ષીએને રોજ આહાર પ્રદાન કરે છે. જે કામગીરી છેલ્લા ૧૬ વર્ષોથી ચાલી રહી છે. આ જીવદયા કાર્યમાં રોજના રૂ. ૧૮ હજાર ખર્ચ થાય છે. જે માસિક રૂ. ૫.૫૦ લાખ થાય છે.શહેરમાં દરરોજ પશુ- પક્ષીઓને ખોરાક આપવામાં આવે છે. આ કામગીરી છેલ્લા ૧૬ વર્ષથી અવિરત ચાલી રહી છે.
સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલા આ જીવન રક્ષક કાર્યમાં રોજે રોજ નો ઘણો બધો ખર્ચો થતો હોય છે. તો આ સંસ્થાને પશુ પ્રેમીઓ અથવા સામાજિક સંસ્થાઓ રસ લઈ આ મૂંગા અને અબોલ પ્રાણીઓને મદદગાર થાય તેવી અપેક્ષા વધુ માહિતી માટે સંપર્ક કરોઃ નિલેશ (મો. ૯૮૨૫૦૫૫૨૨૧)