વાપીના યુવકે 20 હજાર ફૂટ ઊંચું બર્ફીલુ શિખર માઉન્ટ યુનમ સર કર્યું

(તસ્વીરઃ અશોક જાેષી) વિશ્વ માં યુરોપ મહાદ્વીપ નો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એલબ્રસ છે જેની ઉંચાઈ ૧૮૫૧૦ ફીટ છે અને આફ્રિકા નો સૌથી ઊંચો પર્વત કિલિમંજરો ૧૯૩૪૧ ફીટ ની ઊંચાઈ ધરાવે છે એ બધા થી ઉંચો પર્વત ભારત નો માઉન્ટ યુનામ શિખર છે જેની ઉંચાઈ ૨૦૩૦૦ ફીટ છે
સામાન્ય રીતે સાહસિક પ્રવૃતિઓ અને પર્વતારોહણ જેવા શોખથી દૂર રહેતા ગુજરાતીઓને હવે સાહસિક ગતિવિધિઓમાં પણ આગવું પ્રદર્શન કરી રહ્યા છે. જેના ભાગરૂપે યુવાનો પર્વતારોહણ તરફ આગળ વધી રહયા છે. માઉન્ટ યુનમ હિમાચલના લાહૌલ વિસ્તારમાં લદ્દાખની સરહદની નજીક આવેલ ટ્રાન્સ હિમાલયન પર્વતમાળાનું ૨૦,૩૦૦ ફૂટ ઊંચું બર્ફીલુ શિખર છે.
દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનની સાથે ભારે પવનનો સામનો કરી ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો છે.
વાપી નો ૨૧ વર્ષીય યુવાન સૌરભ યાદવ જે વાપી ના ચણોદ કોલોની વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહે છે ભારતીય સેના માં જાેડાવવા અને દેશ સેવા કરવા ની પવિત્ર ભાવના સાથે એ યુવાન અત્યાર થી તેની તૈયારીઓ માં જાેતરાયેલો છે પૂર્વ માં પણ એ બે વખત પર્વતારોહણ કરી વાપી નો નામ રોશન કરી ચૂક્યું છે
જેમાં પ્રથમ વખત ૨૧ મે ૨૦૨૨ ના રોજ ૧૮૦૦૦ ફીટ નો માઉન્ટ ફ્રેંડશિપ પર્વત અને બીજી વખત ૧૯ જૂન ના રોજ ૧૪૧૦૦ ફીટ નો ભૃગુ પર્વત ની ચોટી સર કરવામાં એને સફળતા મેળવી વલસાડ જિલ્લા અને વાપી નો નામ રોશન કર્યું હતું ટ્રેકિંગ જે એક મોગું શૌક છે જે સામાન્ય પરિવાર ના યુવાનો અફોર્ડ કરી શકતા નથી જેના માટે સૌરભ યાદવ ને વાપી ની કોઈ ઓદ્યોગિક સંસ્થા અથવા વલસાડ પ્રશાસન નો સહયોગ મળે તો એ વધારે સારું પ્રદર્શન કરી દેશ નો નામ વિશ્વ સ્તરે રોશન કરી શકે એમ છે.
આ વખતે સૌરભ યાદવ માઉન્ટ યુનમ શિખર જે લાહૌલ વેલી ભારત નો સૌથી ઊંચો પર્વત છે વિશ્વ માં યુરોપ મહાદ્વીપ નો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એલબ્રસ છે જેની ઉંચાઈ ૧૮૫૧૦ ફીટ છે અને આફ્રિકા નો સૌથી ઊંચો પર્વત કિલિમંજરો ૧૯૩૪૧ ફીટ ની ઊંચાઈ ધરાવે છે
એ બધા થી ઉંચો પર્વત ભારત નો માઉન્ટ યુનામ શિખર છે જેની ઉંચાઈ ૨૦૩૦૦ ફીટ છે જેને પર્વતારોહણ ના સાજાે સામાન અને પોતપોતાના ૨૦-૨૦ કિલો ના બેગ લઈ ઓછી ઑક્સિજન અને ત્યાં ચાલતી તેજ હવાઓ અને એકદમ ઓછું તાપમાનમાં સર કરવું અત્યંત કઠીન છે
એ પર્વત સર કરવા સૌરભ યાદવ પોતાના દળ સાથે અમદાવાદથી ૧૨મી ઓગસ્ટનાં દિવસે રવાના થયું હતું. આ પર્વતારોહણ કુલ ૭ દિવસનું હતું જેમાં ઇન્વીન્સિબલ એન.જી.ઓની ટીમ પહેલા દિવસે મનાલી પહોંચી જરૂરી તૈયારીઓ કરી બીજા દિવસે જિસ્પા પહોંચી ત્રીજા દિવસે ભરતપુર કેમ્પ સુધી પહોંચી હતી અને એક્લીમેટાઇસેશન માટે ટાઇગર હિલનો ટ્રેક કર્યો હતો. ત્યાર બાદ એડવાન્સ કેમ્પ સુધી લોડ ફેરી કરીને સામાન પહોંચાડ્યો હતો.
એડવાન્સ કેમ્પ પર પહોંચ્યા બાદ છેવટે પાંચમાં દિવસે રાત્રે ૧૨ વાગે નીકળી ૮ કલાક ની સતત ચઢાઈ બાદ તારીખ ૧૯મી ઓગસ્ટનાં સવારના ૦૮ઃ૩૦ વાગ્યે ટીમના ૧૫ સભ્યોએ ૨૦,૩૦૦ ફૂટ ઊંચાઈ ધરાવતો માઉન્ટ યુનમ શિખર પર ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.
૧૬ લોકોની ટીમમાંથી ૧૫ લોકોએ સફળતાપૂર્વક આરોહણ કર્યું હતું જેમાં આ વખતે ૩ ગર્લ ટ્રેકરે પણ ભાગ લઈને સફળતા મેળવી હતી સફળતાપૂર્વક આરોહણ પૂર્ણ કરીને આ દળ ૨૧મી ઓગસ્ટનાં રોજ મનાલી બેઝકેમ્પ પર પરત આવી જતા પર્વતારોહકો અને ટ્રેકિંગ સાથે સંકળાયેલ લોકોમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું.