વાપીના કેન્સર નિષ્ણાતે કેરોમાં પાંચ દિવસમાં ૩૦ સર્જરી કરી

પ્રતિકાત્મક
વાપી, વાપીના તબીબને ઇજિપ્તમાં સૌથી યુવા સર્જન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતાં. કેરો ખાતે તેઓ દ્વારા ૫ દિવસમાં ૩૦ સર્જરી કરવામાં આવી હતી.
વાપીના કેન્સર નિષ્ણાંત ડો.અક્ષય નાડકર્ણી હાલ ઇજિપ્ત ખાતે તબીબોને તાલીમ આપી રહ્યાં છે. સ્ત્રી રોગ વિજ્ઞાન એન્ડોસ્કોપી, કેન્સરના કેસોની તાલીમ, ગાયનેક એન્ડોસ્કોપી વિશે ઇજિપ્તના સ્ત્રીરોગ વિજ્ઞાનીને તાલીમ આપી રહ્યાં છે. ઇજિપ્ત ખાતે ડો.નાડકર્ણીને સૌથી યુવા સર્જન તરીકે આમંત્રિત કર્યા હતાં.
ભારતીય તબીબો માટે આ ગર્વની વાત કહી શકાય. વાપીના તબીબના માર્ગદર્શન હેઠળ કેરો ખાતે ૫ દિવસમાં ૩૦ સર્જરી કરાઈ હતી. વાપી અને પારડીની ૨૧ સેન્ચુરી હોસ્પિટલમાં વિવિધ દેશોમાંથી તબીબો ટ્રેનિંગ માટે આવી રહ્યાં છે. હાલ વાપીના તબીબ ઇજિપ્તના સ્ત્રી રોગ નિષ્ણાંતોને એન્ડોસ્કોપી કેન્સરના તાલીમ આપી રહ્યાં છે.
થોડા દિવસો પહેલા વાપી વીઆઈએ ખાતે કેન્સરના દર્દીઓ માટે કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાતના અનેક દર્દીઓએ ભાગ લીધો હતો.