Western Times News

Gujarati News

ફેન્ટાસ્ટીક ફોર દ્વારા મહેંદી સહિત વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું

અમદાવાદ, અમદાવાદના વી.એસ.હોસ્પિટલ પાસે આવેલ નમી રેસીડેન્સી ખાતે મહેંદી, મેકઅપ, કુકીંગ સહિતની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં નાની-મોટી ઉંમરની છોકરીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ઈનામો પણ વિતરણ કરવામાં આવ્યા હતા.

આ સ્પર્ધામાં મહેંદી જજ તરીકે મિરલ પટેલ, મેકઅપ જજ તરીકે સારા મેકઅપ ઓફીશિયલ અને કૂકીંગ જજ તરીકે અલ-ફલાહ કુકીંગ કલાસ દ્વારા વિવિધ કલાકૃતિઓ છોકરીઓને શીખવાડવામાં આવી હતી અને મુખ્ય મહેમાન તરીકે યાસ્મીન ચિઠ્ઠીવાલા, શાહીન મેમણ અને સુફી અનવર હુસેન ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધાનું આયોજન નિમરોઝ શેખ, શીફા ખાન, રૂશદા ખાન, સના ખાન દ્વારા કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.