Western Times News

Gujarati News

ખેડબ્રહ્માની કેટી હાઈસ્કૂલમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર ઉપક્રમે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શ્રી અરવિંદ ઘોષની ૧૫૦ મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા શેઠ કેટી હાઈસ્કૂલ ખેડબ્રહ્મા ખાતે યોજાઇ.

જેમાં મંડળના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ જાેશી, મંત્રીશ્રી શૈલેષભાઈ મહેતા, ઉપપ્રમુખ શ્રી કનુભાઈ પટેલ તથા યુવા વિકાસ અધિકારી શ્રીમતી આશાબેન પટેલ, શાળાના આચાર્ય શ્રી વિભાષભાઈ બી રાવલ તથા કપિલભાઈ ઉપાધ્યાય સુપરવાઇઝર શ્રીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.