જૂનાગઢ APMCમાં વિવિધ જણસીઓના થયા ઢગ
જૂનાગઢ, આજે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં જણસીઓની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ હતી, ત્યારે તુવેર, ઘઉં અને મગફળીની સારી આવક તથા સારા ભાવ મળતા ખેડૂતોને ચહેરા પર ખુશી જોવા મળી હતી. આજે કુલ ૧૬ જણસીઓની આવક નોંધાઇ હતી, જેમાં તુવેરના અને ઘઉંના ખેડૂતોને ખૂબ સારા ભાવ મળ્યા હતા. ખેડૂતો ઓપન માર્કેટમાં પોતાના પાકને વેચવાનું એટલા માટે જ પસંદ કરી રહ્યા છે.
કારણ કે, ટેકાના ભાવ કરતા ખેડૂતોને ઓપન માર્કેટમાં સારા એવા ભાવ મળી રહે છે. આજે તુવેરની ૩૬૩૨ ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. યાર્ડમાં આજે ખેડૂતોને તુવેર સારા એવા ભાવ મળ્યા હતા. આજે ૩,૬૩૨ Âક્વન્ટલ તુવેરની આવક સામે એક મણનો ઉંચો ભાવ ૨,૦૧૬ રૂપિયા એક મણનો નીચો ભાવ ૧,૭૫૦ રૂપિયા અને સામાન્ય ભાવ ૧,૮૮૦ રૂપિયા નોંધાયો હતો.
આજે ખેડૂતોને તુવેરમાં અને સોયાબીનમાં સારો એવો ભાવ મળ્યો હતો, જેથી ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા. અડદની ૭ Âક્વન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ ૧૫૮૦ રૂપિયા. એક મણનો નીચો ભાવ ૧,૦૦૦ રૂપિયા તથા સામાન્ય ભાવ ૧,૩૫૦ રૂપિયા નોંધાયા હતા. ચાલુ વર્ષે મગફળીના સારા ભાવ રહ્યાં હતા. હાલ યાર્ડમાં તલ, જીરું, ઘઉં ધાણા, સોયાબીન, તુવેરના સારા ભાવ ખેડૂતોને મળ્યા હતા.
ટુકડા ઘઉંની ૪,૫૨૪ Âક્વન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ ૬૭૦ એક મણનો નીચો ભાવ ૪૩૦ અને એક મણનો સામાન્ય ભાવ ૪૮૦ નોંધાયો હતો. લોકવન ઘઉંની ૩૬૪૦ Âક્વન્ટલ આવક સામે એક મણનો ઉંચો ભાવ ૫૮૬ એક મણનો નીચો ભાવ ૪૨૦ અને સામાન્ય ભાવ ૪૬૦ નોંધાયો હતો.
જૂનાગઢ યાર્ડમાં આજે મગફળીની સારી આવક થઇ હતી. યાર્ડમાં થોડા દિવસો પહેલાં ભાવનો ઘટાડો જોવા મળ્યો હતો. જે વધીને આજે યાર્ડમાં મગફળીના એક મણના ઉંચા ભાવ ૧,૨૮૦ રૂપિયા બોલાયા હતા અને નીચા ભાવ ૧,૧૦૦ રૂપિયા અને સામાન્ય ભાવ ૧,૨૦૦ રૂપિયા નોંધાયા હતા. જૂનાગઢ જિલ્લામાં ચાલુ વર્ષે સોયાબીનનું સારું વાવેતર થયું છે. યાર્ડમાં આજે સોયાબીનની પણ આવક થઈ હતી.
ખેડૂતોએ સંગ્રહ કરેલા સોયાબીન આવ્યા હતા, ત્યારે આજે યાર્ડમાં એક મણ સોયાબીનના ૮૭૪ રૂપિયા ભાવ બોલાયો હતો, જયારે સામાન્ય ભાવ ૮૫૦ રૂપિયા રહ્યો હતો અને નીચા ભાવ ૮૦૦ રૂપિયા રહ્યો હતો. સોયાબીનની ૬૬૯ Âક્વન્ટલ આવક થઈ હતી.SS1MS