ગોધરા પોલીસ હેડ ક્વાર્ટ્સ ખાતે વિવિધ શસ્ત્રોનું પૂજન કરાયું
(પ્રતિનિધિ) ગોધરા, વિજયાદશમી પર્વને લઇને પંચમહાલ પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડ કવાર્ટર ખાતે વિવિધ પ્રકારના શસ્ત્રોનું તેમજ વાહનો અને અશ્વ , શ્વાનનું પૂજન કરવામાં આવ્યું હતું..
આસો સુદ દશમને વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે, આ દિવસે ભગવાન શ્રીરામે અસત્ય પર જીત મેળવી હતી, જેથી આ દિવસને વિજય દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે, વિજયદશમીના દિવસે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્રો તથા વાહનોનું પૂજન કરવામાં આવતું હોય છે,
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના પોલીસ હેડ કવાર્ટર ખાતે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની ઉપસ્થિતિમાં શસ્ત્રોનો પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,તેમજ પંચમહાલ પોલીસના અશ્વો, તેમજ ડોગ સ્કવોડના શ્વાનની પણ પૂજા કરવામાં આવી હતી,
અને પોલીસ વિભાગ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી વિવિધ પ્રકારની બંદૂકો તથા શસ્ત્રોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું, પોલીસ વિભાગ દ્વારા ઉપયોગમાં લેવાતાં વાહનોની પણ ફૂલ હાર ચઢાવી પૂજા કરવામાં આવી હતી, આ પ્રસંગે ગોધરા ના ડીવાયએસપી એસ.બી કુંપાવત તથા વિવિધ શાખાઓના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.