વરમોરા ગ્રેનિટોએ પ્રિમિયમ સેનિટરીવેર અને ફૉસેટ્સ રેન્જ લોન્ચ કરી
કંપનીએ ફૉસેટ્સ, કિચન સિંક, વોટર હીટર્સ અને બાથવેર એસેસરીઝની અદ્વિતીય રેન્જ લોન્ચ કરી
નેશનલ લોન્ચ માટે આયોજિત મીટમાં દેશભરના 350થી વધુ ડીલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સે ભાગ લીધો-કંપની 74થી વધુ દેશોમાં નિકાસ કરે છે અને આગામી બે-ત્રણ વર્ષોમાં 100થી વધુ દેશોમાં તેની ગ્લોબલ ફૂટપ્રિન્ટ્સ વિસ્તારવાની યોજના છે
‘ઈનોવેટિંગ હેપીનેસ’ના ધ્યેય સાથે ભારતની અગ્રણી ટાઈલ, સેનિટરીવેર અને બાથવેર બ્રાન્ડ્સ પૈકીની એક વરમોરા ગ્રેનિટો પ્રાઈવેટ લિમિટેડે પ્રિમિયમ સેનિટરીવેર, ફૉસેટ્સ, કિચન સિંક, વોટર હીટર્સ અને બાથવેર એસેસરીઝની એક્સક્લુઝિવ રેન્જ લોન્ચ કરી છે. લોન્ચ માટે જુલાઈ 12-13, 2022ના રોજ રાજસ્થાનના ઉદેપુરમાં આયોજિત નેશનલ લોન્ચ અને ડીલર મીટમાં દેશભરના 350થી વધુ ડીલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સે ભાગ લીધો હતો.
કંપની વરમોપા ગ્રૂપ હેઠળ સંપૂર્ણ સેનિટરીવેર અને બાથરૂમ સોલ્યુશન્સ પ્રદાન કરવા અને તેની વિશાળ ડિસ્ટ્રીબ્યુશન પહોંચ અને બ્રાન્ડ ઇક્વિટીનો લાભ લેવાનું વિઝન ધરાવે છે.
કંપનીએ નવી ડિઝાઇન અને રંગમાં 50થી વધુ સેનિટરીવેર પ્રોડક્ટ્સ, સંપૂર્ણ શ્રેણીમાં 15 નવા ફૉસેટ્સના મોડલ, નવી સાઈઝ, ડિઝાઇન અને રંગમાં 12 કિચન સિંક અને 5 વોટર હીટર્સ લોન્ચ કર્યા છે. નવી રેન્જનું અનાવરણ કંપનીના ચેરમેન શ્રી ભાવેશ વરમોરા અને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રી હિરેન વરમોરા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ લોન્ચ પર ટિપ્પણી કરતા, વરમોરા ગ્રુપના ચેરમેન શ્રી ભાવેશ વરમોરાએ જણાવ્યું હતું કે, “વિશ્વસનીયતા, નવીનતા, ગુણવત્તા સભાનતા, ડિઝાઇન અને ટેક્નોલોજી માટે વિશ્વસનીય વરમોરાએ પોતાના માટે એક મજબૂત બ્રાન્ડ ઓળખ બનાવી છે જે વૈશ્વિક સ્તરે સારી ઓળખ મળી છે. આ લોન્ચ સાથે, કંપની બજારમાં સતત નવીન અને મૂલ્યવર્ધિત ઉત્પાદનો રજૂ કરીને ભારતીય સિરામિક ઉદ્યોગમાં અગ્રેસર તરીકેની પોતાની ઓળખને મજબૂત બનાવવાનો પ્રયાસ કરે છે.”
વરમોરા ગ્રેનિટો એ એક અગ્રણી ટાઇલ, બાથવેર, સેનિટરીવેર ઉત્પાદન બ્રાન્ડ છે અને તે વોલ અને ફ્લોર ટાઇલ્સ, સ્લેબ, સેનિટરીવેર, ફૉસેટ્સ, કિચન સિંક, પીટીએમટી પ્રોડક્ટ્સ, વોટર હીટર વગેરેની વિશાળ રેન્જ ઓફર કરે છે. કંપની ગુજરાતમાં 9 અત્યાધુનિક ઉત્પાદન એકમો ધરાવે છે
જેની કુલ ઉત્પાદન ક્ષમતા ટાઇલ્સની પ્રતિ દિવસ 1.5 લાખ ચોરસ મીટરની અને સેનિટરીવેરની દરરોજ 4,000થી વધુ પીસની છે. કંપની પાસે 5,000થી વધુ રિટેલ આઉટલેટ્સ, 700+ ડીલરો, 12 બ્રાન્ચ ઓફિસનું વિશાળ નેટવર્ક છે. કંપની પાસે સમગ્ર ભારતમાં 325 કંપની એક્સક્લુઝિવ શોરૂમ છે અને વૈશ્વિક સ્તરે 15 શોરૂમ છે. વરમોરા ગ્રૂપ મજબૂત ગ્લોબલ ફૂટપ્રિન્ટ્સ ધરાવે છે અને 74થી વધુ દેશોમાં નિકાસ કરે છે.
વરમોરા ગ્રેનિટો પ્રાઈવેટ લિમિટેડના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રી હિરેન વરમોરાએ જણાવ્યું હતું કે, “અમે ચાલુ નાણાંકીય વર્ષમાં 28% વૃદ્ધિનું લક્ષ્ય રાખીએ છીએ અને નવા લોન્ચથી અમને અમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ મળશે. આ લોન્ચ અપર મીડલ અને પ્રીમિયમ માર્કેટમાં કંપનીની સ્થિતિ અને બજાર હિસ્સાને વધુ મજબૂત કરશે.
કંપની તેની વિકાસ યોજનાઓ પર સારી રીતે પ્રગતિ કરી રહી છે અને નવીન પ્રોડક્ટ રેન્જ અને ડિઝાઈન્સ સાથે સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં તેની સ્થિતિ મજબૂત કરવાની ધારણા રાખે છે. કંપની તમામ પાંચ વર્ટિકલ – સેનિટરીવેર, ફૉસેટ્સ, કિચન સિંક, પીટીએમટી પ્રોડક્ટ્સ અને વૉટર હીટર એમ પાંચેય વર્ટિકલમાં સંપૂર્ણ બાથવેર સોલ્યુશન પ્રોવાઈડર બનવાનું વિઝન ધરાવે છે.”
વર્ષ 1994માં સ્થપાયેલી, વરમોરા ગ્રેનિટો પ્રાઇવેટ લિમિટેડ નવીનતા, ડિઝાઇન અને ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરતી ભારતની સૌથી મોટી સિરામિક કંપનીઓમાંની એક તરીકે ઊભરી આવી છે. કંપની સ્લેબ, સિરામિક ફ્લોર, ડિજિટલ વોલ, પાર્કિંગ, પોર્સેલેઇન, ડિજિટલ ગ્લેઝ્ડ વિટ્રિફાઇડ, ડબલ ચાર્જ, આઉટડોર વગેરે સહિત પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ ઓફર કરે છે.
છેલ્લા કેટલાક વર્ષોથી કંપની સેનિટરીવેર, બાથવેર, ફૉસેટ્સ, ફોર્જ, હોમવેર, ફર્નિચર, સેનિટરીવેર સહિત વિવિધ પ્રોડક્ટ રેન્જમાં વૈવિધ્યસભર પ્રોડક્ટ્સ રજૂ કરતી રહી છે. કંપનીએ મોરબીમાં ભારતનો સૌથી મોટો સિંગલ ફ્લોર 40,000 ચોરસ ફૂટનો શોરૂમ સ્થાપ્યો છે જેમાં 4,000થી વધુ ડિઝાઇન, 300+ સુંદર મોકઅપ્સ અને 150+ શ્રેષ્ઠ સેનિટરીવેર પ્રોડક્ટ્સ જોવા મળી શકે છે.