ફરી એકવાર સાથે જોવા મળશે વરુણ ધવન-અનિલ કપૂર

મુંબઈ, અનિલ કપૂર અને વરુણ ધવન હાલ તેમની ફિલ્મ ‘જુગ જુગ જિયો’ની સફળતાને માણી રહ્યા છે. ફિલ્મમાં પિતા-પુત્રના રોલમાં જાેવા મળેલા અનિલ કપૂર અને વરુણ ધવન ફરી એકવાર પડદા પર સાથે જાેવા મળી શકે છે. વરુણ અને અનિલ કપૂર ડેવિડ ધવને ડાયરેક્ટ કરેલી ફિલ્મની રિમેકમાં જાેવા મળી શકે છે.
એક ન્યૂઝ પોર્ટલ સાથેની વાતચીતમાં વરુણને પૂછવામાં આવ્યું કે તે અનિલ કપૂરની કઈ ફિલ્મની રિમેકમાં કામ કરવા માગે છે? ત્યારે વરુણ ધવને કેટલીક ફિલ્મોના નામ લીધા હતા અને બાદમાં અનિલ કપૂરે પણ કેટલીક ફિલ્મોના નામ સૂચવ્યા હતા. બાદમાં બંનેએ સાથે મળીને નક્કી કર્યું કે, તેમણે ‘દિવાના મસ્તાના’ની રિમેકમાં સાથે કામ કરવું જાેઈએ. આ ફિલ્મના ડાયરેક્ટર વરુણના પિતા ડેવિડ ધવને છે.Varun Dhawan and Anil Kapoor will be seen together once again
વરુણ અને અનિલ કપૂરે તો ત્યાં સુધી પણ કહી દીધું કે રિમેક માટે તેમણે ડાયરેક્ટરને પણ પૂછવાની જરૂર નથી. તેમના કહેવા પ્રમાણે, જાે ડેવિડ ધવનને ખબર પડશે કે તેઓ બંને આ ફિલ્મમાં કામ કરવા માગે છે તો તેઓ હામી ભરશે અને ફિલ્મ બનાવશે.
ઓરિજિનલ ‘દિવાના મસ્તાના’માં અનિલ કપૂર, ગોવિંદા અને જૂહી ચાવલા લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં સલમાન ખાને કેમિયો કર્યો હતો. આ તરફ અનિલ કપૂર અને વરુણ ધવનની લેટેસ્ટ ફિલ્મ ‘જુગ જુગ જિયો’ રાજ મહેતાએ ડાયરેક્ટ કરી હતી. ફિલ્મમાં નીતૂ કપૂર, કિયારા અડવાણી પણ લીડ રોલમાં હતા.
જ્યારે મનીષ પોલ અને પ્રાજક્તા કોલી પણ મહત્વના રોલમાં હતા. આ ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. બોક્સઓફિસ પર પણ ફિલ્મે સારી કમાણી કરી છે. દરમિયાન વર્કફ્રંટની વાત કરીએ તો, વરુણ ધવન ક્રિતી સેનન સાથે ફિલ્મ ‘ભેડિયા’માં દેખાશે. જ્યારે અનિલ કપૂર સંદીપ રેડ્ડી વાંગાની ‘એનિમલ’માં રણબીર કપૂર, રશ્મિકા મંદાના અને બોબી દેઓલ સાથે જાેવા મળશે.SS1MS