ફિલ્મના ધબડકા અંગે વરુણ ધવન મૌન
વરુણ ધવનની એક્શન ફિલ્મ ‘બેબી જોન’ બોક્સઓફિસ પર ઊંધા માથે પછડાઈ છે, ફિલ્મના બજેટ જેટલો ખર્ચ પણ વસૂલ થઈ શક્યો નથી
લોકોએ ‘થેરી’ જોઈ લીધી હતી, તેથી ‘બેબી જોન’ ફ્લોપ રહી
મુંબઈ,
વરુણ ધવનની એક્શન ફિલ્મ ‘બેબી જોન’ બોક્સઓફિસ પર ઊંધા માથે પછડાઈ છે. ફિલ્મના બજેટ જેટલો ખર્ચ પણ વસૂલ થઈ શક્યો નથી. ફિલ્મની નિષ્ફળતાના પગલે વરુણ ધવન સહિતની સમગ્ર ટીમ ઊંડા આઘાતમાં છે ત્યારે અન્ય એક્ટર રાજપાલ યાદવે સંભવિત કારણ શોધી લીધું છે. રાજપાલનું માનવું છે કે, લોકોએ અગાઉથી ‘થેરી’ જોઈ લીધી હતી અને તેના કારણે ‘બેબી જોન’ ખાસ ચાલી નહીં. ઉલ્લેખનીય છે કે, ‘થેરી’ની ઓફિશિયલ રીમેક તરીકે આ ફિલ્મ બની હતી. રાજપાલ યાદવના મતે, ‘બેબી જોન’ ઘણી સારી ફિલ્મ છે, પરંતુ તમિલ ફિલ્મ ‘થેરી’ની રીમેક તરીકે બની હોવાથી તે ખાસ ચાલી નહીં.
આ ફિલ્મ રીમેક ન હોત તો આ ૨૫ વર્ષની કરિયરની આ ઉત્તમ ફિલ્મ બની શકત. તમિલ ‘થેરી’ ઓડિયન્સે જોયેલી હતી અને તેના કારણે બોક્સઓફિસ પર અસર પડી હતી. બેબી જોન કાલીસ દ્વારા ડાયરેક્ટ થઈ હતી અને એટલી તેનો પ્રોડ્યુસર છે. ‘બેબી જોન’ રૂ.૧૮૦ કરોડના ખર્ચે બની હતી અને તેને ભારતીય બોક્સઓફિસ પર માત્ર ૫૦ કરોડની આવક થઈ હતી. તેમાં વરુણની સાથે કિર્તી સુરેશ, વામિકા ગબ્બી અને જેકી શ્રોફ પણ મહત્ત્વના રોલમાં છે. બોક્સઓફિસ પર નિષ્ફળતાના કારણે વરુણ ધવન નિરાશામાં સરી પડ્યો હોવાનું નકારતા રાજપાલે કહ્યું હતું કે, વરુણ દર વખતે અલગ કરવા મથે છે અને જોખમ લેવા બદલ તેની પ્રશંસા થવી જોઈએ. રાજપાલ યાદવે બેબી જોનમાં કોન્સ્ટેબલ રામ સેવકનો રોલ કર્યાે છે. ડીસીસી સત્યા વર્મા એટલે કે વરુણ ધવનના જુનિયરના રોલમાં રાજપાલ છે. આ ફિલ્મ સાથે રાજપાલ યાદવે ૨૫ વર્ષની કરિયરમાં પ્રથમ વખત એક્શન સીન પર હાથ અજમાવ્યો છે. ઓડિયન્સની પસંદ-નાપસંદ સમજવામાં પાવરધા એટલીએ રાજપાલ યાદવની જેમ આ બાબતે વિચાર કર્યાે હોત તો કદાચ રીમેક બનાવવાનો વિચાર પડતો મૂક્યો હોત. ss1