વરુણ ધવનની ‘બેબી જોહ્ન’ અને આમિરની ‘સિતારે ઝમીં પર’ વચ્ચે ટક્કર
મુંબઈ, ૨૦૨૪નું ક્રિસમસ ફિલ્મ લવર્સ માટે મજાનું રહેવાનું છે, કારણ કે આ ક્રિસમસના વીકેન્ડમાં તેમને બે ફિલ્મો જોવાની મજા પડશે. વરુણ ધવનના ફૅન્સ ખુબ ઉત્સુકતાપૂર્વક એક્શન ફિલ્મ ‘બેબી જોહ્ન’ની રાહ જોઈ રહ્યા છે.
પરંતુ તમને હવે થોડી વધુ રાહ જોવી પડશે કારણ કે આ ફિલ્મની રિલીઝ હવે ૨૫ ડિસેમ્બર, ક્રિસમસ સુધી પોસ્ટપોન થઈ છે. આ ફિલ્મમાં વરુણ સાથે વામિકા ગબ્બી અને કીર્થિ સુરેશ પણ જોવા મળશે.
વરુણની આ ફિલ્મ જોરદાર વીએફએક્સ અને એક્શન સિકવ્ન્સથી ભરપુર છે, તેના કારણે જ રિલીઝ પોસ્ટપોન થઈ છે. આ ફિલ્મમાં જેકી શ્રોફ અને રાજપાલ યાદવ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ નવી તારીખથી હવે આમિર ખાનની ‘સિતારે ઝમીં પર’ અને ‘બેબી જોહ્ન’વચ્ચે ક્લેશ થશે. કારણ કે ‘સિતારે ઝમીં પર’ પણ આ જ દિવસે રિલીઝ થઈ રહી છે.
આમિરે આ ફિલ્મના શૂટ માટે ૭૦થી ૮૦ દિવસોનું શિડ્યુલ રાખ્યું હતું, કારણ કે તેણે પ્રી પ્રોડક્શનમાં ખુબ મહેનત કરેલી. તેથી આ ફિલ્મનું શૂટિંગ ઝડપથી પૂરું થઈ ગયું. આ ફિલ્મમાં આમિર સાથે જેનિલીયા દેશમુખ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
આમિર ને જેનિલિયા પહેલી વખત સાથે કામ કરી રહ્યા છે. ૨૦૨૨માં ‘લાલસિંઘ ચઢ્ઢા’ની નિષ્ફળતા પછી આમિરે આ ફિલ્મ અંગે જાહેરાત કરવા માટે લગભગ એક વર્ષ જેટલો લાંબો એક બ્રેક લીધો હતો. બંને ફિલ્મો મનોરંજનથી ભરપુર હશે અને બંને ફિલ્મો માટે દર્શકો આતુર છે, વરુણના ફૅન્સ તેને નવા અવતારમાં જોવા ઉત્સુક છે, તો આમિરના ફૅન્સ લાંબા બ્રેક પછી તેને મોટા પડદે જોવા આતુર છે.SS1MS