‘બૅબી જોહ્ન’માં વરુણ ધવનનો સ્વેગ, મેરે જૈસૈ બહોત આયે હોંગે
મુંબઈ, વરુણ ધવન ફરી ઇન્ટેન્સ રોલ કરતો જોવા મળશે, તેની સિરીઝ ‘સિટાડેલ’ અને ફિલ્મ ‘બૅબી જોહ્ન’ની ખાસ રાહ જોવાઈ રહી છે. એટલી સાથેની તેની ફિલ્મ ‘બૅબી જોહ્ન’નો ટેસ્ટર કટ સોમવારે લોંચ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ એક્શન ડ્રામાથી ભરપુર છે. જે અટલી અને વિદય દેવરકોંડાની ફિલ્મ ‘થેરી’ની હિન્દી રિમેક છે.
આ ફિલ્મમાં વરુણ એક સિંગલ ફાધરનો રોલ કરી રહ્યો છે, તેની સાથે આ ફિલ્મમાં કિર્તી સુરેશ અને વામિકા ગબ્બી પણ મહત્વના રોલમાં છે.આ ટીઝર એક બાળકના વોઇસઓવરથી શરૂ થાય છે, જે આ ફિલ્મમાં વરુણની દિકરીનો રોલ કરે છે. વરુણની એક એવા પોલિસ ઓફિસર તરીકે એન્ટ્રી થાય છે, જે ટોળાના હુમલાનો શિકાર બન્યો હોય છે.
આ ફિલ્મમાં વરુણ એક તરફ દિકરી માટે રસોડામાં જમવાનું બનાવે છે, બીજી તરફ ગુંડાઓ સામે લડે છે. સાથે જ આ એક મસાલા ફિલ્મ છે, જેમાં વરુણ ‘મેરે જૈસે બહોત આયે હોંગે, મેં પહેલી બાર આયા હું.’ તે ઉપરાંત ટીઝરમાં એવું પણ જોવા મળે છે કે આ ફિલ્મમાં કિર્તિ સુરેશ દુલ્હન તરીકે જોવા મળશે.
મહત્વની વાત એ છે કે આ ફિલ્મમાં ઘણા લાંબા સમય પછી જેકી શ્રોફ બબ્બર શેર નામના એક ક્›ર વિલન તરીકે જોવા મળશે. વામિકા ગબ્બીની પણ ટીઝરમાં એક ઝલક જોવા મળે છે.SS1MS