પ્રેગ્નેન્ટ છે વરુણ ધવનની પત્ની નતાશા દલાલ?

મુંબઈ, આજકાલ સોશિયલ મીડિયા પર અફવાઓ ઉડવી સામાન્ય થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર કોઈ ફોટો કે વિડીયો વાયરલ થતાં જ લોકો કલ્પનાઓના ઘોડા દોડાવવા માંડે છે. ખાસ કરીને સેલિબ્રિટીઝની બાબતે તો આવું બનતું રહે છે.
હાલમાં જ બોલિવુડ એક્ટર વરુણ ધવન તેની પત્ની નતાશા દલાલ સાથે એક ક્લિનિકની બહાર જાેવા મળ્યો હતો. મીડિયાના ફોટોગ્રાફર્સના કેમેરામાં તેઓ કેદ થયા હતા. કપલના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ચર્ચા શરૂ થઈ ગઈ કે તેઓ બેબી પ્લાનિંગ કરી રહ્યા છે. નતાશા દલાલ પ્રેગ્નેન્ટ હોવાના અહેવાલો મીડિયામાં આગની જેમ ફેલાઈ ગયા હતા.
જાેકે, હકીકત કંઈક અલગ જ છે. વરુણ ધવન અને પત્ની નતાશા દલાલ શનિવારે સાંજે ક્લિનિકની બહાર નીકળતા દેખાયા. બંનેને ત્યાં જાેઈને સોશિયલ મીડિયા પર લોકો નતાશાની પ્રેગ્નેન્સીના તુક્કા લગાવવા લાગ્યા હતા. જાેકે, અમારા સહયોગી ઈટાઈમ્સે આ અફવાઓ પર બ્રેક લગાવતા હકીકત છતી કરી છે.
વરુણ ધવન સાથે જાેડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, વરુણ અને તેની પત્ની નતાશા ફર્ટિલિટી ક્લિનિક નહોતા ગયા. સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, નતાશા અને વરુણ ફર્ટિલિટી ક્લિનિકમાં નહીં પરંતુ ડર્મેટોલોજીસ્ટ પાસે ગયા હતા. વરુણ અને નતાશા ચામડીના ડૉક્ટર પાસે પહોંચ્યા હતા નહીં કે ગાયનેકોલોજીસ્ટ પાસે. સૂત્રોએ કહ્યું, કંઈ પણ લખે છે, કંઈ પણ વિચારે છે. નકામો ટાઈમપાસ કરે છે.
આ વાતોમાં જરા પણ તથ્ય નથી. આ અહેવાલ તદ્દન ખોટા છે. વરુણ અને નતાશાના ફેન્સને આ અહેવાલ નિરાશ કરી શકે છે. નતાશા અને વરુણના પેરેન્ટ્સ બનવાની રાહ જાેઈ રહેલા તેમના ફેન્સને હજી રાહ જાેવી પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, વરુણ અને નતાશા બાળપણના મિત્રો છે અને તેઓ સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા. વરુણ ધવન અને નતાશા દલાલે જાન્યુઆરી ૨૦૨૧માં લગ્ન કર્યા હતા.
વર્કફ્રંટની વાત કરીએ તો, વરુણ છેલ્લે ફિલ્મ ‘ભેડિયા’માં જાેવા મળ્યો હતો. હવે તે જ્હાન્વી કપૂર સાથે નીતેશ તિવારીની ફિલ્મ ‘બવાલ’માં જાેવા મળશે.SS1MS