વાસંદાના ડોક્ટરે પાંચ વાહનોને લીધા અડફેટે
નવસારી, રાનકુવાથી ખારેલ જતા માર્ગ ઉપર ડ્રીંક એન્ડ ડ્રાઇવનો મામલો સામે આવ્યો છે. આ અકસ્માત સર્જનાર કાર ચાલકની વાંસદાની કિરણ હોસ્પિટલના તબીબ ડોક્ટર ભુપેન્દ્ર થોરાટ તરીકે ઓળખ થઇ છે. ચીખલીના રાનકુવાથી ખારેલ જતા માર્ગ પર બપોરના સમયે કાર ચાલકે દારૂના નશામાં વાહન હંકારી ચાર વાહનોને અડફેટે લીધા હતા.
જેમાં ત્રણ કાર અને એક બાઇકને અડફેટે લીધા હતા. દંપતીને ઇજા થઇ હતી. આ ઘટના બાદ માર્ગ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ ઉભી થઇ હતી.
ચીખલી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવીને ટ્રાફિક ખસેડ્યો હતો. ચીખલી તાલુકાના રાનકુવામાં ખારેલ જતા માર્ગ પર કાર ચાલકે બેફામ હંકારી પાંચ જેટલા વાહનોને અડફેટે લેતા લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. અક્સ્માત મુદ્દે રાનકુવા પોલીસ ચોકીમાં ગુનો નોંધાવાની શરૂઆત થઈ ગઇ છે. ચીખલી પોલીસે અકસ્માત કરનાર ડોક્ટરને મેડિકલ તપાસ અર્થે રેફરલ હોસ્પિટલમાં મોકલ્યા છે.
અકસ્માતમાં ઘાયલ થયેલા બાઈક સવાર વૃદ્ધને ખારેલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે. બાઇક પર સવાર વૃદ્ધ સુરેશ પટેલ અને ચંપાબેન પટેલ ટાંકલથી સાદડવેલ જઈ રહ્યા હતા.
ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. નશો કરેલા ડોક્ટરે ચારથી પાંચ વાહનોને ટક્કર મારીને દબેશતનો માહોલ સર્જ્યો હતો. મળતી માહિતી પ્રમાણે તેમણે એક ટ્રક, ત્રણ કાર અને બાઈક સવાર વૃદ્ધ દંપતીને અડફેટે લીધા હતા. આ અકસ્માત સર્જનાર કાર ચાલકની વાંસદાની કિરણ હોસ્પિટલના તબીબ ડોક્ટર ભુપેન્દ્ર થોરાટ તરીકે ઓળખ થઇ છે.SS1MS