Western Times News

Gujarati News

સ્પાની આડમાં સ્પા માલીકો તથા મેનેજરો ભાડુઆત છોકરીઓ લાવી દેહવેપાર કરાવતાં હતા

પ્રતિકાત્મક

વસ્ત્રાપુર સ્પામાં સીઆઈડી ક્રાઈમનો દરોડોઃ ૧૦ રૂપલલના મળી આવી -સ્પા મેનેજરની ધરપકડ, માલિક, વહીવટદારની શોધખોળ જારી

(એજન્સી)અમદાવાદ, વસ્ત્રાપુરમાં ઓલ કામા સ્પામાં સીઆઈડીએ ડમી ગ્રાહક મોકલી દરોડો પાડયો હતો. જેમાં પોલીસને ૧૦ રૂપલલના મળી હતી. સીઆઈડી ક્રાઈમે ગુનો નોધી સ્પા મેનેજરની ધરપકડ કરી છે. જયારે માલીક અને વહીવટદારની શોધખોળ આદરી છે. નોધનીય છેકે, આ સ્પાની આડમાં મેનેજર સહીતના લોકો સેકસ રેકેટ ચલાવતા હતા.

સીઆઈડી ક્રાઈમના ડિટેકટીવ પોલીસ ઈન્સ્પેકટર ડી.એસ. ભટોળને બાતમી મળી હતી કે, અમદાવાદના જુદા જુદા સ્પાની આડમાં સ્પા માલીકો તથા મેનેજરો ભાડુઆત છોકરીઓ લાવી દેહવેપાર કરાવે છે. વસ્ત્રાપુર લેક પાસે આવેલ કામા થઈસ્પામાં ગેરકાયદે કામો થતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેમણે ડમી ગ્રાહક ઉભો કર્યો અને તેને પ૦૦૦ રૂપિયા આપી સ્પામાં મોકલી આપ્યો હતો.

સ્પામાં પહોચી ડમી ગ્રાહકે ર૦૦૦ રૂપિયા મેનેજરને કાઉન્ટર પર ચુકવી આપ્યા હતા. ત્યારબાદ ગ્રાહકને મેનેજરે રૂમ નંબર-૪માં રૂપલલના પાસે મોકલી આપ્યો હતો. જયાં ડમી ગ્રાહકે રૂપલલના સાથે શરીર સંબંધની વાત કરતા તેણે ૩૦૦૦ હજાર માગ્યા હતા. આ દરમ્યાન સીઆઈડી ક્રાઈમે રેડ કરી હતી. ત્યારે કાઉન્ટર બેઠેલી વ્યકિતનું નામ હીતેષ મેલજીભાઈ પુરબીયા અને તે મેનેજર હોવાનું જણાવ્યું હતું.

પોલીસે ત્યાં તપાસ કરતા ભાડા કરાર મોબાઈલ સહીતની વસતુઓ મળી આવી હતી. આ ઉપરાંત ત્યાં ૧૦ રૂપલલના પણ મળી આવી હતી. પોલીસે સ્પાના મેનેજર હીતેષ પુરબીયાની પુછપરછ કરતા સ્પાનો માલીક ચિંતન નલેશભાઈ પંડયા છે.

વહીવટ હિતેષ અગ્રવાલ સંભાળતો હતો. તેઓ છોકરીઓ ભાડે બોલાવતા અને સેકસ રેકેટ ચલાવતા હતા. સીઆઈડી ક્રાઈમે હીતેષ પુરબીયાની ધરપકડ કરી છે. જયારે સ્પા માલીક ચિંતન અને વહીવટદાર નિતેષની શોધખોળ આદરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.