વસુંધરા રાજેનું ભાજપમાંથી મુખ્યપ્રધાન બનવાનું સપનું ગેહલોતે રોળ્યું હતું
રાજસ્થાનમાં કોંગ્રેસની ઘર ફૂટે ઘર જાય જેવી સ્થિતિ ઉભી થઈ-વારાફરતી રાજ કરવાના ટ્રેન્ડમાં હવે ભાજપનો વારો
(એજન્સી) ઃ રાજકીય પક્ષોની મુવમેન્ટને કોઈ સર્કસના તંબુ સાથે સરખાવી શકાય.કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર પૂરો થયો તે જ દિવસથી ભાજપના કાર્યકરોએ રાજસ્થાનમાં તંબૂ ઉભો કરી દીધો છે. પછી તેઓ મધ્યપ્રદેશ જશે. એવું લાગી રહ્યું છે કે રાજસ્થાનમાં ભાજપની જીતની પીચ કોંગ્રેસના નેતા રાજેશ પાઈલોટ તૈયાર કરી રહ્યા છે.
આમ પણ ૧૯૯૮થી શરૂ થયેલા વારાફરતી રાજ કરવાના ટ્રેન્ડમાં આ વખતે ભાજપનો વારો છે. રાજસ્થાનની ચૂંટણીનું બ્યુગલ તો કર્ણાટકનો ચૂંટણી પ્રચાર છેલ્લા તબક્કામાં હતો ત્યારથી જ વાગી ગયું હતું.
તેમાંય રાજેશ પાઈલોટે તો બેન્ડવાજા સાથે ભાજપનું સ્વાગત કરતા હોય એવા નિવેદનો કર્યા હતા. કોંગ્રેસના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે એમ કહ્યું કે મારા પર રાજકીય સંકટ આવ્યું ત્યારે ભાજપના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજે સિધિંયાએ મને મદદ કરી હતી. આ નિવેદને ભડકો પેદા કર્યો છે. કોંગ્રેસના રાજેશ પાઈલોટે તો આ નિવેદનના મુદ્દે પોતાના પક્ષના નેતા સામે જ બંડ પોકાર્યું છે.
જાણકારો કહે છે કે ભાજપના દિલ્હીના નેતાઓને વસુંધરા રાજે સાથે બહુ ફાવટ નથી એટલે તેમને બદલવાના ચક્રો ચાલતા હતા, પરંતુ વસુંધરાના સમર્થકોની દિલ્હીમાં લોબી બહુ પાવરફુલ છે. ભાજપ વસુંધરા રાજેને દુર રાખી શકતું નહોતું, પરંતુ અશોક ગેહલોતના નિવેદન બાદ ભાજપ વસુંધરાને દુર રાખી શકશે કે શરતી સમાધાનની ભૂમિકા પર લાવી શકશે.
રાજસ્થાનમાં વિધાનસભાની ર૦૦ બેઠકો છે. હાલમાં કોંગ્રેસ પાસે ૧૦૮ બેઠકો છે. સાથી પક્ષો સાથે મળીને કોંગ્રેસની સંખ્યા ૧ર૩ પર પહોંચે છે. જયારે ભાજપ પાસે ૭૦બેઠકો છે. સાથી પક્ષો સાથે મળીને ભાજપ પાસે કુલ ૭૭ બેઠકો છે.
કોંગ્રેસના શાસનથી રાજસ્થાનના લોકો બહુ ખુશ નથી. આ રાજયમાં આરોગ્યની સવલતોના ધાંધિયા છે તે બહુ જાણીતી વાત છે. રાજસ્થાનથી બસો ભરીને દર્દીઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલ આવે છે અને સાજા થઈ ગયેલા દર્દીઓ આ જ બસોમાં પરત થાય છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલની સારવાર પર રાજસ્થાનના લોકોને ભરોસો છે. ભોજન માટેની મફત સવલત વગેરેને કારણે અહીંની ઓપીડીમાં રાજસ્થાનના દર્દીઓની જમાવટ જાેવા મળે છે આ દર્શાવે છે કે રાજસ્થાનમાં આરોગ્યની સવલતો ઓછી છે. બોરજગારી અને કૃષિ ઉત્પાદનોની સમસ્યાઓથી પણ રાજસ્થાન પીડાઈ રહ્યું છે.
કર્ણાટકના પરિણામોની અસર રાજસ્થાનની ચૂંટણી પર પડશે. વસુંધરા રાજેના ભ્રષ્ટાચાર સામે સરકાર કેમ પગલાં ભરતી નથી એમ કહીને સચિન પાઈલોટે મુખ્યપ્રધાન અશોક ગેહલોતને ખુલ્લા પાડી દીધા હતા અને એવો સંકેત આપ્યો હતો કે અશોક ગેહલોત અને વસુંધરા રાજે વચ્ચે સમાધાન થયેલું છે. રાજેશ પાઈલોટે ઉઠાવેલા મુદ્દાને સમર્થન મળતું હોય એવું નિવેદન મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કરીને સૌને ચોંકાવી દીધા હતા.
ગેહલોતે કહ્યું હતું કે ર૦ર૦માં જયારે મારી સામે રાજકીટ સંકટ ઉભું થયું હતું ત્યારે વસુંધરા રાજેએ મને મદદ કરી હતી. આમ કહીને અશોક ગેહલોતે વસુંધરા રાજેનું ભાજપમાંથી મુખ્યપ્રધાન બનવાનું સપનું રોળી નાખ્યું હતું. વસુંધરા સામે શંકા ઉભી થાય તે ભાજપ માટે ટાઢા પાણીએ ખસ જવા જેવું છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે અશોક ગેહલોત અને સચિન પાઈલોટ વચ્ચેની લડાઈને રોકવા કે ચૂંટણી સમયે સમાધાન કરાવવા મોવડીમંડળ લગીરેય રસ લેતું નથી.
ભૂતકાળમાં મોવડીમંડળે, ખાસ કરીને પ્રિયંકા ગાંધીએ પાઈલોટને મુખ્યપ્રધાન બનાવવાનું પ્રોમીસ આપ્યું હતું, પરંતુ એવંુ કશું થયું નહોતું. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે પસંદ થયાની વાત આવી ત્યારે અશોક ગેહલોતે ના પાડી હતી તેમનું ના પાડવા પાછળનું એક કારણ એ હતું કે
તે રાજસ્થાનમાં મુખ્યપ્રધાન પદની ખુરશી પર રાજેશ પાઈલોટને ચાન્સ આપવા તેઓ તૈયાર નહોતા. જયોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જાેડાયા ત્યારે સચીન પાઈલોટ પણ ભાજપમાં જાેડાઈ ગયા હોત તો આજે તેઓ રાજસ્થાનમાં સંભતઃ રાજકીય સફળતા મેળવી શક્યા હોત.