Western Times News

Gujarati News

શરીરમાં થતા દુખાવાનું કારણ વાયુ હોય છે

કમરના દુખાવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોય છે કમરનો દુખાવો સ્નાયુઓનો સાંધાનો દુખાવો જેમાં ઉઠવા બેસવાની ખરાબ આદતો પણ આવી જાય છે. ઘરગથ્થુ ઉપાયઃ સુંઠ?અને અશ્વગંધાનું ચુર્ણ સરખા ભાગે હળવો નાસ્તો કર્યા પછી અડધી ચમચી લો. કમરના દુખાવા માટે?આ શ્રેષ્ઠ?ઔષધી છે. અજમો અને ગોળ સરખે ભાગે મેળવી સવાર સાંજ ખાવાથી કમરનો દુખાવો મટે છે. સુંઠ અને ગોખરુંનો સરખે ભાગે ઉકાળો બનાવી, દરરોજ સવારે પીવાથી કમરનો દુખાવો મટે છે. ખજુરની પાંચ પેશીનો ઉકાળો કરી તેમાં બે ચમચી મેથી ઉમેરી પીવાથી કમરના દુખાવામાં રાહત રહેશે. સુંઠ અને હીંગ નાખીને તેલ કરમ કરી માલીશ કરવાથી કમરના દુખાવામાં ફાયદો થય છે. જાયફળને સરસીયાના તેલમાં ઘસી કમર પર માલીશ કરવાથી કમરનો તેમજ સંધીવાનો દુખાવો મટે છે. સુંઠ, લસણ, અજમો અને રાઈ નાખીને તેલ ગરમ કરી માલીસ કરવાથી કમરના દુખાવામાં આરામ મળે છે. દરરોજ સવાર, બપોર, સાંજ ૧-૧ ગ્લાસ લીલી ચાનો-લેમન ગ્રાસનો ઉકાળો પીવાથી સાંધાનો દુખાવો ,joints pain

ShriramVaidya-logo
Mo. 9825009241

ઓછો થવા લાગે છે.

ઉકાળામાં દુધ, સાકર નાખવું હોય તો નાખી શકાય. દેવદારનો બારીક પાઉડર દરરોજ સવાર-સાંજ ૧-૧ ચમચી મધ સાથે ઘણા દીવસો સુધી લેવાથી સાંધાનો દુખાવો મટે છે. સુકા ધાણામાં બમણી સાકર લઈ અધકચરું ખાંડી દરરોજ સવાર-સાંજ ૧-૧ મોટો ચમચો ખુબ ચાવીને ખાવાથી અને એ પછી એકાદ કલાક સુધી પાણી ન પીવાથી સાંધાના અમુક પ્રકારના દુખાવા મટે છે. અશોકવૃક્ષનાં પાન કે તેની છાલનો ઉકાળો નીયમીત પીવાથી સાંધાનો દુખાવો મટે છે. હળદરના સુકા ગાંઠીયા શેકી એટલા જ વજનના સુંઠના ટુકડા સાથે બારીક ખાંડી દરરોજ ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ પાણી સાથે લેવાથી સાંધાનો દુખાવો મટે છે.

રાસ્નાનો ઉકાળો કરી તેમાં ગુગળ ઓગાળી સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ પીવાથી સાંધાનો દુખાવો મટે છે. ૧૦ ગ્રામ ત્રીફળા ચુર્ણને ૨૫૦ ગ્રામ પાણીમાં ઉકાળી ઠંડુ પાડી એક ચમચો મધ મેળવી અડધો કપ સવારે ખાલી પેટે અને અડધો કપ સાંજે સુતાં પહેલાં પીવાથી સાંધાનો દુખાવો મટે છે. બે ભાગ તલ અને એક ભાગ સુંઠના ૧-૧ ચમચી બારીક ચુર્ણનું સવાર-સાંજ હુંફાળા પાણી સાથે સેવન કરવાથી સાંધાનો દુઃખાવો મટે છે. સવાર-સાંજ બીટ ખાવાથી સાંધાનો દુઃખાવો મટે છે, કેમ કે બીટમાં સોડીયમ તથા પોટેશીયમનું સારું પ્રમાણ છે જે સાંધાઓમાં કેલ્શીયમને એકઠો થતો અટકાવે છે.

કમરનો દુખાવો-નમસ્તે ભાઈ,તમારા કહેવા પરથી વાયુને કારણે દુખાવો થયો હોય એમ લાગે છે. જાે તમને વીશ્વાસ હોય અને સારા સેવાભાવી વૈદ્ય મળી શકે તેમ હોય તો રુબરુ મળવું જાેઈએ, જે પ્રશ્નોત્તરીથી જાણી શકે કે ખરેખર દુખાવાનું કારણ શું છે. એટલે એલોપથીમાં સામાન્ય રીતે વાયુવીકારની દવા હોતી નથી. એ લોકો પેઈનકીલર આપે અને અમુક સમય સુધી દર્દમાં રાહત થાય. કેટલીક વાર વાયુ સમ થતાં દર્દ જતું પણ રહે. વાયુનાશક ઔષધો લેવાં, જે ઘણા પ્રકારનાં હોય છે. તમને અનુકુળ આવે તે લઈ શકાય. મેં નીચે મજબ કમરના દુખાવાના ઈલાજ નોંધ્યા છે.

૩૦ ગ્રામ કપુર અને ૨૦૦ ગ્રામ સરસીયું તેલ ભેળવી કાચની એક બોટલમાં ભરી લઇ ૧૫-૨૦ મિનિટ માટે તડકામાં મુકી રાખો. આનાથી નીયમીત માલીશ કરો. ૨૦ ગ્રામ ગરમ પાણીમાં અડધો ચમચો સીંધવ?ભેળવી તેમાં કપડું પલાળો. આ કપડાથી કમરને શેકવાથી દુખાવામાં રાહત રહેશે. રાતે એક ગ્લાસ ગરમ દુધમાં પા ચમચી સુંઠ?અને હળદર ભેળવી સુતાં પહેલાં નીયમીત રીતે પીવાનું રાખો.

રોજ સવારે નરણા કોઠે અખરોટના ૩-૪ ટુકડા ખુબ ચાવીને ખાવ. ૧૦ ગ્રામ સાકર અને થોડી ખસખસ ક્રશ કરો. આ પાઉડર રોજ રાતે દુધ સાથે લેવાનું રાખો. સીંધવ, સુંઠ?અને મરી સરખા ભાગે લઇ ક્રશ કરો. આ મીશ્રણ એક ચમચી દરરોજ દુધ સાથે લો. બાવળના ગુંદરનો પાઉડર બનાવી દુધ સાથે અડધી ચમચી લેવાથી કમરના દુખાવામાં રાહત થશે. શું ન ખાવું? કમરના દુખાવાને દુર કરવા ચણા, જવ, ચોળા, વટાણા, ભીંડા, રીંગણ, આમલી, ગુવાર, દહીં, છાશ વગેરે પદાર્થો ન લેવા જાેઇએ. વાસી ખોરાક ન લેવો, તેલ, મસાલા, અથાણાં ન ખાવાં જાેઇએ. શું ખાવું? સાદો-સુપાચ્ય તાજાે આહાર લેવો. લસણ, હીંગ, મેથી, અજમો, લીલાં શાકભાજી અને વાયુ દુર કરે તેવો આહાર લેવો. વાયુનો પ્રકોપ થાય તેવું ભોજન લેવાથી કમરનો દુખાવો થાય છે. શું ન કરવું? ઉજાગરા ન કરવા જાેઇએ. મળ, મુત્ર, છીંક વગેરેના વેગોને રોકવાનો પ્રયત્ન ક્યારેય ન કરવો. કબજીયાત ન થવા દેવી, ચીંતા, ભય, ક્રોધથી બચવાના પ્રયત્નો કરવા જાેઇએ. શું કરવું? જ્યારે પણ ખુરશી પર બેસો ત્યારે પીઠને ખુરશી સાથે ટેકો આપી કરોડરજજુને સીધી રાખીને જ બેસો. ખુરશી હાથાવાળી હોવી જાેઈએ અને પીઠને ટેકો આપવામાં મદદગાર હોવી જાેઈએ., બેસતી વખતે, ચાલતી વખતે અને સુતી વખતે છાતી આગળ અને પેટ દબાયેલું હોવું જાેઈએ, એટલે કે કરોડને સીધી રાખવી જાેઈએ.

સ્નાયુઓનો દુખાવો, આયુર્વેદ મુજબ શરીરમાં થતા દુખાવાનું કારણ વાયુ હોય છે. ઉંમર વધતાં વાયુની તકલીફ પણ વધે છે. આથી વાયુકારક આહાર બને ત્યાં સુધી ન લેવો, લેવો પડે ત્યારે એનું પ્રમાણ બને તેટલું ઓછું લેવું. દુખાવો થતો રોકવાનો આ ઉત્તમ ઉપાય છે. દુખાવો દુર કરવા પોતાને અનુકુળ ઔષધ લેવું, દુખાવો દુર કરવાનાં ઘણાં ઔષધો છે, નીચે એમાંના કેટલાક ઉપાય આપું છું. નગોડનાં પાનને કપડામાં બાંધી પાણીમાં ગરમ કરી દુખાવાના ભાગ પર શેક કરવાથી લાભ થાય છે. નગોડનાં પાનને પાણીમાં ઉકાળી તેની વરાળથી શેક કરવાથી દુખાવો મટે છે. વડનાં પાકાં સુકવેલાં ટેટાનું ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ દુધ સાથે લેવાથી દુખાવો મટે છે.

સ્નાયુઓનો દુખાવો મટાડવામાં દહીં, છાસ, આમલી જેવી ખટાશ સદંતર બંધ કરવી જાેઈએ. પગની એડી, કેડ, ડોક કે સાંધાના દુખાવામાં સવારે ખાલી પેટે મેથીનો તાજાે ઉકાળો પીવાથી થોડા જ દીવસોમાં લાભ થાય છે. ૧-૧ ચમચો ગોખરુનું ચુર્ણ સવાર-સાંજ હુંફાળા દુધ સાથે કે પાણી સાથે લેવાથી વા પ્રધાન દુખાવાઓ મટે છે. પ્રયોગ ઘણા લાંબા સમય સુધી જાળવી રાખવાથી સ્થાયી લાભ થઈ શકે. દુખાવો – સર્વ પ્રકારનો એલચી, શેકેલી હીંગ, જવખાર અને સીંધવનો કાઢો કરી તેમાં એરંડીયું મેળવી આપવાથી કમર, હૃદય, દુંટી, પીઠ, મસ્તક, કર્ણ, નેત્ર, પગ વગેરે ઠેકાણે થતું સર્વ પ્રકારનું શુળ મટે છે. સર્વાંગ સંધીવાનો દુખાવો મટે છે થાક લાગવા પાછળ ઘણાં કારણો હોઈ શકે. પગના સાંધા દુખે છે આથી વાયુવીકાર પણ કારણ હોઈ શકે, પણ ચોક્કસ કારણ તો યોગ્ય આરોગ્ય ચીકીત્સક તમારી સાથે પ્રશ્નોત્તરી કરીને કહી શકે, અને તે મુજબ ઉપાય સુચવી શકાય.સાંધાના દુખાવા વીશે મારી પાસે નીચે મુજબ માહીતી છે, જાે આપને એ ઉપયોગી થાય તો યોગ્ય ખાતરી કરીને અજમાવી શકો. ધાનોસાં દુખાવો.

અગર, ચંદન અને લીમડાની છાલનું સરખા ભાગે ચુર્ણ કરી તેનો પાણીમાં બનાવેલો લેપ કરવાથી સોજા અને સાંધાનો દુખાવો મટી જાય છે. શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થતો હોય તો સહેજ ગરમ કરેલાં કરંજનાં પાન બાંધવાથી શીઘ્ર ફાયદો થાય છે. નગોડના તેલ નીર્ગુંડી તેલ,ની માલીશ કરવાથી સાયટીકા, કમરનો દુખાવો, સ્નાયુનો દુખાવો વગેરે મટે છે. સર્વાંગ સંધીવા-આખા શરીરના સાંધાનો દુખાવો-વા અને સોજાે હોય તો પીલુડીનો સ્વરસ એક એક ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવાથી ખુબ રાહત થાય છે.

સોજાે અને દુખાવો બંને મટી જાય છે. સાંધાનો વા, સ્નાયુઓનો દુખાવો, પડખાનો દુખાવો, પગની પાની-એડીનો દુખાવો, આ બધા વાયુપ્રકોપના રોગોમાં લસણ ઉત્તમ ઔષધ છે. લસણપાક, લસણની ચટણી, લસણનો ક્ષીરપાક, લસણનું અથાણું, લશુનાદીવટી વગેરેમાંથી કોઈ એક કે બેનો ઉપયોગ કરવો. શતાવરીમાંથી બનાવેલા તેલને નારાયણ તેલ કહે છે. બધી ફાર્મસી બનાવે છે. મહાયોગરાજ ગુગળ સ્નાયુઓનો દુખાવો, કોઈપણ અંગનો સોજાે, કંપવા તથા સર્વ પ્રકારના વાયુના રોગોમાં ફાયદો કરે છે. સાંધાનો સોજાે અને દુખાવો મેંદીનાં પાન વાટી લેપ કરવાથી મટી જાય છે..


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.