Western Times News

Gujarati News

VCE કર્મચારીઓએ ૨૨ દિવસ બાદ હડતાળ સમેટી

ગાંધીનગર, રાજ્યમાં ઘણા સમયથી ચાલી રહેલી ફઝ્રઈ (વિલેજ કમ્પ્યુટર ઓપરેટર) કર્મચારીઓની હડતાળ હવે સમેટાઇ ગઈ છે. ૨૨ દિવસની હડતાળ બાદ પણ સરકારે મચક ના આપતાં હવે હડતાળ સમેટવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, સરકારે આ કર્મચારીઓને સરકારે ચિમકી આપી હતી કે, જાે તમે હડતાળ નહી સમેટી તો તેમને નોકરી પરથી છુટા કરી દેવામાં આવશે.

સરકારની આ ચિમકી બાદ ફઝ્રઈ કર્મચારીઓએ તેમની હડતાળ સમેટી લીધી છે. જાે કે સરકાર ફઝ્રઈ કર્મચારીઓને તેમને મળતા કમિશનમાં વધારો કર્યો છે અને ૫ રુપીયા કમિશન વધારવાનો ર્નિણય કર્યો છે.રાજ્યમાં ૧૧,૦૦૦થી વધુ વિલેજ કમ્પ્યુટર ઓપરેટર ગ્રામપંચાયતમાં ફરજ બજાવે છે.

ફઝ્રઈ કર્મચારીઓએ એવી માગણીઓ સાથે હડતાળ શરુ કરી હતી કે, સરકાર તેમને સામાન્ય કમિશન આપે છે, અને તે પણ નિયમિત નથી મળતું. જેથી કરીને આ કર્મચારીઓને નિયત પગાર ધોરણ પર લેવા, નોકરીની સુરક્ષા આપવી તેમજ સરકારી લાભો આપવા સહિતની માગણી કરાઈ હતી.ગ્રામપંચાયત કમ્પ્યૂટર સાહસિક (ઓપરેટર) મંડળના મહામંત્રીએ હડતાળ સમયે જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાં પણ આ માંગણીઓ આંદોલન કર્યું હતું ત્યારે સરકારે ખાતરી આપી હતી પરંતું હજુ પણ પ્રશ્નો ઉકેલાયા નથી.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.