ભરૂચમાં 10 જુગારીયાઓને ઝડપી પાડતી વેડચ પોલીસ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) વેડચ પોલીસે કહાનવા બંગલાવગા વિસ્તારની જાદવ તલાવડી વિસ્તાર માંથી ૧૦ જુગારીયાઓને ૬૮,૩૪૦ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ દ્વારા જિલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સુચના મળેલ જે અનુસંધાન મદદનીશ પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ તથા સીપીઆઈ બી પી રજીયાના માર્ગદર્શન મુજબ વેડચ પીએસઆઈ બી આર પટેલ તથા સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ જે અનુસંધાન કાહનવા બંગલાવગા જાદવ તલાવડી વિસ્તારમાં રેડ કરતા દસ શકુનીઓ પાના પત્તા વડે હારજીતનો જુગાર રમતા હતા.
જેમાં (૧) કમલેશભાઈ ઉર્ફે નીનો જશુભાઈ પઢિયાર (૨) ચંદુભાઈ વિઠ્ઠલભાઈ પઢિયાર બંન્ને રહે.મજાતણ નવીનગરી તાલુકો પાદરા (૩) રફીક ઉર્ફે રફો કાયમ રસુલભાઈ ચૌહાણ (૪) સુલેમાન અબ્દુલ મહંમ્મદ પૂજા મલેક (૫) ઘનશ્યામભાઈ ઉર્ફે ધક્કો મગનભાઈ સોલંકી (૬) અશોકભાઈ ઘનશ્યામભાઈ સોલંકી તમામ રહે.કહાનવા જાેષીપુરા તાલુકો જંબુસર
(૭) કનુભાઈ ઉર્ફે રંગો રમણભાઈ પરમાર (૮) નગીનભાઈ મોતીભાઈ સોલંકી રહે મુવાલ મોટુ ફળિયુ તાલુકો પાદરા (૯) માસૂમ રસીદ દાઉદભાઈ પટેલ (૧૦) ઝાકીર અબ્બાસ વલીશા દિવાન બંન્ને રહે.માસરરોડ તાલુકો પાદરા નાઓને પકડી પાડી રોકડ રૂપિયા ૨૭,૩૪૦ તથા મોટર સાઈકલ સાત મોબાઈલ મળી કુલ રૂ ૬૮,૩૪૦ ના મુદ્દામાલ કબ્જે કરેલ જયારે ઈકબાલ ભાઈ યુસુફભાઈ ચૌહાણ રહે.કહાનવા બંગલાવગાના ઓને વોન્ટેડ જાહેર કરી તમામ વિરૃદ્ધ વેડચ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.