સંપત્તિનો 75 ટકા હિસ્સો સમાજોપયોગી કાર્યો માટે દાન કરી દીધો
વેદાંતાના ચેરમેનને ભારતના ટોચના દાનવીરોમાં સ્થાન મળ્યું -શ્રી અનિલ અગ્રવાલે તેમની સંપત્તિનો 75 ટકા હિસ્સો સમાજોપયોગી કાર્યો માટે દાન કરી છે
એડલગિહુરુન ઇન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2020 મુજબ, વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલને દેશમાં ટોચના દાનવીરો વચ્ચે સ્થાન મળ્યું છે.
ધ હુરુન રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વેદાંતાએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી માટે સરકારના નિયમ મુજબ 2 ટકાથી વધારે પ્રદાન કર્યું છે. રિપોર્ટમાં અને કોર્પોરેટ મંત્રાલયમાં ફાઇલ કરેલા લેટેસ્ટ સીએસઆર ડેટા મુજબ, 1 એપ્રિલ, 2019થી 31 માર્ચ, 2020 સુધીના 12 મહિનાના ગાળા માટે કાયદેસર પ્રતિબદ્ધતાઓ સાથે રોકડ અને રોકડને સમકક્ષ દાન સામેલ છે.
વેદાંતા કોવિડ-19 સામેની લડાઈમાં મોખરે રહી છે અને પીએમ-કેર્સ ફંડમાં રૂ. 101 કરોડનું દાન કર્યું છે. કંપનીએ રોજિંદી કમાણી પર નિર્ભર લોકો અને સ્થાનિક સમુદાયોને ટેકો આપવા કોવિડ-સંબંધિત પહેલો માટે રૂ. 100 કરોડનું વિશેષ ફંડ પણ ઊભું કર્યું હતું.
સમાજને પરત આપવાની પોતાની ભાવનાને અનુરૂપ શ્રી અગ્રવાલે તેમની સંપત્તિનો 75 ટકા હિસ્સો સમાજોપયોગી કાર્યો માટે દાન કર્યો છે. તેમણે ગ્રૂપની સમાજોપયોગી સંસ્થા ધ વેદાંતા ફાઉન્ડેશનની રચના કરી છે, જેની પાછળનો ઉદ્દેશ એ છે કે, વ્યવસાયોએ સમાજને પરત કરવું જોઈએ અને લોકોને સમૃદ્ધ થવામાં મદદ કરવી જોઈએ.
હુરુન રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, “ફાઉન્ડેશન શિક્ષણ અને કમ્પ્યુટર સાક્ષરતા, રોજગારલક્ષી તાલીમ, મહિલા અને બાળ વિકાસ તથા સામુદાયિક કલ્યાણ માટે કામ કરે છે.”
વેદાંતા કેર્સના નેજાં હેઠળ શ્રી અગ્રવાલે નંદઘરની રચના કરી છે – જે મોડલ આંગણવાડીઓનું નેટવર્ક છે, જેમાં બાળકોમાં કુપોષણને દૂર કરવા, શિક્ષણ પ્રદાન કરવા, હેલ્થકેર સુવિધાઓ પ્રદાન કરવા અને મહિલાઓનું ઉત્થાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. વેદાંતાએ ભારતમાં 1700થી વધારે નંદઘર શરૂ કર્યા છે, જેનાથી પાયાના સ્તરે અનેક મહિલાઓ અને બાળકોના જીવનની ગુણવત્તામાં વધારો થયો છે.
ગ્રૂપની સીએસઆર પહેલમાં મુખ્ય સાત વર્ટિકલ્સ સામેલ છે – શિક્ષણ, હેલ્થકેર, પાણી અને સ્વચ્છતા, ટકાઉ આજીવિકા, કૌશલ્ય, રમતગમત અને સંસ્કૃતિ તથા એમ્પ્લોયી વોલ્યુન્ટીઅરિંગ. વેદાંતા ગ્રૂપની સમાજોપયોગી સંસ્થા વેદાંતા ફાઉન્ડેશને વંચિતોને રોજગાર મેળવવા સક્ષમ બનાવવા કૌશલ્ય વિકાસ અને રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મુખ્ય હેલ્થકેર સ્પેશિયાલિટી સીએસઆર પ્રોજેક્ટ બાલ્કો મેડિકલ સેન્ટર છે, જે 200-બેડ ધરાવતી અત્યાધુનિક કન્સર કેર હોસ્પિટલ છે, જે ન્યૂ રાયપુર, છત્તિસગઢમાં સ્થિત છે. કંપની ગોવા અને મણિપુરમાં એની ફૂટબોલ એકેડેમી મારફતે પાયાના સ્તરે રમતગમતને ટેકો આપે છે.
એડલગિવ ફાઉન્ડેશને હુરુન ઇન્ડિયા સાથે જોડાણ કર્યું છે, જેનો આશય દેશમાં દાન કરવાની પ્રવૃત્તિને સમજવા રિપોર્ટ તૈયાર કરવાનો છે.