વેદાંતા કુદરતી સંસાધનોમાં આત્મનિર્ભર ભારતનાં સ્વપ્નને સમર્થન આપવા પ્રતિબદ્ધઃ અનિલ અગ્રવાલ
- ડિમર્જર મારફત ગ્રોથ પ્રોજેક્ટ્સમાં રોકાણો અને નવા મૂલ્યોના સર્જન સાથે ઉજ્જવળ ભાવિને આકાર આપી રહ્યા છીએ
- કંપનીએ છેલ્લા પાંચ વર્ષમાં નોંધપાત્ર કુલ 276 ટકાનું શેરહોલ્ડિંગ રિટર્ન આપ્યું
- એસએન્ડપી ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનેબિલિટી એસેસમેન્ટ 2023માં HZL અને વેદાંતા વૈશ્વિક સ્તરે ક્રમશઃ પ્રથમ અને ત્રીજા ક્રમે છે
વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલે દેશના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં કંપનીની ભૂમિકા પર પ્રકાશ પાડતાં 59મી વાર્ષિક સામાન્ય સભામાં પ્રોજેક્ટ્સમાં રોકાણો અને ગ્રૂપની ગ્રોથ યોજનાઓ વિશે જણાવ્યું હતું. તેઓએ મિનરલ્સ, ટેક્નોલોજી અને રિન્યુએબલ એનર્જીમાં ભારતની ગ્લોબલ લીડરશીપની મહત્ત્વાકાંક્ષામાં વેદાંતાના યોગદાન વિશે પણ ચર્ચા કરી હતી. વધુમાં અગ્રવાલે કહ્યું કે, “અમે એક અદ્ભુત પરિવર્તનના માર્ગ પર ઊભા છીએ, અમારો જુસ્સો ખૂબ વધુ છે.”
કંપનીએ તેના વિવિધ બિઝનેસ વર્ટિકલ્સ – એલ્યુમિનિયમ, ઝિંક, સિલ્વર, સ્ટીલ, આયર્ન ઓર અને ફેરોક્રોમ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે અત્યાર સુધીના રેકોર્ડ ઉત્પાદન સ્તર હાંસલ કરી બહુવિધ મોરચે મજબૂત નાણાકીય કામગીરી અને ગ્રોથ નોંધાવ્યો છે. પરિણામે ગ્રૂપ રૂ. 141793 કરોડની બીજી ઉચ્ચત્તમ વાર્ષિક કોન્સોલિડેટેડ આવક અને રૂ. 36,455 કરોડની બીજી-ઉચ્ચતમ વાર્ષિક EBITDA પ્રાપ્ત કરી છે. અગ્રવાલે કહ્યું હતું કે, “અમે આક્રમક રીતે અમારી બેલેન્સ શીટને મજબૂત કરવા કાર્યરત છીએ. અમારો ડેટ-ટુ-પ્રોફિટિબિલિટી રેશિયો અમારા હરીફ સાથીદારોની તુલનામાં સમકક્ષ અથવા વધુ સારો છે. અમારા પાયા મજબૂત છે.”
વેદાંતા વૈશ્વિક સ્તરે ક્રિટિકલ મિનરલ્સની વધતી જતી માગને અનુરૂપ મહત્ત્વના પ્રોજેક્ટમાં રોકાણો કરી રહી છે. આ અંગે અગ્રવાલે જણાવ્યું કે, “અમારા તમામ બિઝનેસની વેલ્યૂ-એડેડ પ્રોડક્ટ્સની વિશાળ રેન્જમાં વધારો કરવા તેમજ બિઝનેસ એકીકરણ અને વોલ્યૂમમાં વધારો કરવાની તીવ્ર સંભાવના સાથે અમારા 50થી વધુ પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે. ગ્રોથ પ્રોજેક્ટસમાં અમે લગભગ 8 અબજ ડોલર જેટલુ નોંધપાત્ર રોકાણ કર્યું છે.”
“ગ્રોથ પ્રોજેક્ટ્સમાં એલ્યુમિનિયમ સ્મેલ્ટર અને રિફાઈનરી સહિત ઓઈલ એન્ડ ગેસ બ્લોક્સમાં રોકાણ અને તેના સ્ટીલ અને આયર્ન ઓર બિઝનેસનું વિસ્તરણ સામેલ છે. વેદાંતાએ શેરધારકો માટે નોંધપાત્ર મૂલ્ય સર્જન કર્યું છે, છેલ્લા પાંચ વર્ષમાં શેરધારકોને 276% રિટર્ન (30 જૂન’24 મુજબ) આપ્યું છે. તેમજ છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ સંચિત ડિવિડન્ડ યિલ્ડ 65% રહી છે.
વેદાંતાએ સપ્ટેમ્બરમાં તેના બિઝનેસ ગ્રોથ અને વિસ્તણના ભાગરૂપે મોટાપાયે રોકાણો આકર્ષિત કરવા તેમજ મૂલ્યોમાં સર્જન સાથે “પ્યોર પ્લે”સ્વતંત્ર કંપનીઓ સ્થાપિત કરવા ડિર્મજરની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે પ્રત્યેક કંપનીને સ્વતંત્ર અધિકાર ધરાવતી છ મજબૂત કંપનીઓનું સર્જન કરવામાં આવશે. જે વિશાળ મૂલ્યોનું સર્જન કરશે. ડિમર્જ કરવામાં આવેલી પ્રત્યેક કંપની પાસે પોતાની સત્તા હશે, પરંતુ તેણે વેદાંતાના કોર વેલ્યૂ, એન્ટરપ્રાઈઝિંગના જુસ્સા અને ગ્લોબલ લીડરશીપનુ અનુસરણ કરવાનું રહેશે.”
અગ્રવાલે વેદાંતાની ટકાઉ પહેલો અને સમુદાયો સાથે જોડાણો કરી ઈકો ફ્રેન્ડલી પરિવર્તનોમાં કંપનીની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. એસએન્ડપી ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનેબિલિટી એસેસમેન્ટ 2023માં વૈશ્વિક સ્તરે 238 ગ્લોબલ મેટલ અને માઈનિંગ કંપનીઓમાં હિન્દુસ્તાન ઝિંક અને વેદાંતા લિમિટેડ અનુક્રમે પ્રથમ અને ત્રીજો ક્રમ ધરાવતી હતી.
અગ્રવાલે વધુમાં ઉમેર્યું હતું કે, “અમે 2050 સુધીમાં નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જન હાંસલ કરવા સમર્પિત છીએ અને તે લક્ષ્ય પૂર્ણ કરવા માટે અમે 5 અબજ ડોલરનું રોકાણ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. અમારા ત્રણ બિઝનેસ આગામી 10 વર્ષમાં નેટ ઝીરો લક્ષ્યાંક હાંસલ કરશે, જ્યારે અમારા પાંચ બિઝનેસ પહેલાંથી જ નેટ વોટર પોઝિટિવ છે અને બાકીના 2030 સુધીમાં આ લક્ષ્યાંક હાંસલ કરશે.”