વેદાંતા ગ્રુપ ઈએસજીમાં ગ્લોબલ લીડર તરીકે ઉભર્યુ
એસએન્ડપી ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનેબિલિટી એસેસમેન્ટ 2024માં હિંદુસ્તાન ઝિંકને પ્રથમ અને વેદાંતાને પાંચમો ક્રમાંક મળ્યો
- વેદાંતા એલ્યુમિનિયમે એલ્યુમિનિયમ ઉત્પાદકોમાં બીજું સ્થાન મેળવ્યું
- સુશાસન, ટકાઉપણા અને જવાબદાર પદ્ધતિઓમાં ઉત્કૃષ્ટતા માટે સન્માન મેળવ્યું
નવી દિલ્હી, કુદરતી સંસાધનો અને ટેક્નોલોજીમાં વૈશ્વિક અગ્રણી વેદાંતા લિમિટેડે એન્વાયર્મેન્ટલ, સોશિયલ એન્ડ ગવર્નન્સ (ઇએસજી) ઉત્કૃષ્ટતામાં માંધાતા તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવી છે. વેદાંતા ગ્રુપે પ્રતિષ્ઠિત એસએન્ડપી ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનેબિલિટી એસેસમેન્ટ (સીએસએ) 2024માં 248 મેટલ અને માઇનિંગ કંપનીઓમાં મજબૂત પાંચમું સ્થાન મેળવ્યું છે. Vedanta Group Emerges as a Global Leader in ESG
તેની પેટા કંપની હિંદુસ્તાન ઝિંક લિમિટેડે (HZL, NSE: HINDZINC) સતત બીજા વર્ષે વિશ્વભરમાં પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે જ્યારે એલ્યુમિનિયમ ઉત્પાદકોમાં વેદાંતા એલ્યુમિનિયમને બીજો ક્રમ મળ્યો છે. નોંધનીય છે કે વેદાંતા અને હિંદુસ્તાન ઝિંક ગ્લોબલ ટોપ ટેન રેન્કિંગમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય કંપનીઓ છે.
એસએન્ડપી ગ્લોબલ સીએસએને વિશ્વના સૌથી વ્યાપક ઇએસજી માપદંડો પૈકીના એક તરીકે ગણવામાં આવે છે જે આકરા ઇએસજી ધોરણો પર કંપનીઓનું મૂલ્યાંકન કરે છે. આ રેન્કિંગ વૈશ્વિક ટકાઉપણા ધોરણો સાથે તેની વ્યૂહરચનાઓને જોડવા, જવાબદાર બિઝનેસ પ્રેક્ટિસીસ આગળ ધપાવવા અને તમામ હિતધારકો માટે લાંબા ગાળે મૂલ્ય ઊભું કરવાની વેદાંતા ગ્રુપની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. હિંદુસ્તાન ઝિંકે ક્લાઇમેટ સ્ટ્રેટેજી, કમ્યૂનિટી રિલેશન્સ, વેસ્ટ અને પોલ્યુઅન્ટ્સ જેવા મહત્વના માપદંડો પર વિશ્વભરમાં સર્વોચ્ચ સ્કોર સાથે 86નો સ્કોર હાંસલ કર્યો હતો.
આ સિદ્ધિ અંગે વેદાંતા લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને હિંદુસ્તાન ઝિંકના ચેરપર્સન પ્રિયા અગરવાલ હેબ્બરે જણાવ્યું હતું કે મને ખૂબ જ ગર્વની લાગણી થાય છે કે એસએન્ડપી ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનેબિલિટી એસેસમેન્ટ 2024માં હિંદુસ્તાન ઝિંક પ્રથમ ક્રમે અને વેદાંતા ટોચની પાંચ કંપનીઓમાં સતત બીજા વર્ષે સ્થાન પામી છે.
અમારા રેન્કિંગ એ ટકાઉપણા, હકારાત્મક સામાજિક અને સુશાસનમાં ઉત્કૃષ્ટતા માટેની અમારી અદ્વિતીય પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. વેદાંતા એલ્યુમિનિયમ વિશ્વમાં સૌથી ટકાઉ એલ્યુમિનિયમ ઉત્પાદકો પૈકીની એક રહી છે જે અર્થપૂર્ણ બદલાવ લાવવા પર અમારા ધ્યાનને દર્શાવે છે. અમને આશા છે કે વૈશ્વિક સ્તરે ટકાઉ મૂલ્ય સર્જન માટે અમે યોગદાન આપવાનું ચાલુ રાખીશું.
ઇએસજી ઉત્કૃષ્ટતામાં સીમાચિહ્નો સ્થાપ્યા એસએન્ડપી ગ્લોબલ સીએસએમાં વેદાંતા ગ્રુપની મજબૂત કામગીરી ઇએસજીના તમામ પરિમાણોમાં તેની સિદ્ધિઓ દર્શાવે છેઃ
- ગવર્નન્સલીડરશિપ
- મજબૂત બોર્ડ સ્વતંત્રતા, લિંગ વિવિધતા અને મજબૂત રિસ્ક મેનેજમેન્ટ સાથે વધુ ઉચ્ચ ગવર્નન્સ ફ્રેમવર્ક
- પારદર્શકતા અને રિપોર્ટિંગમાં 100 ટકા સ્કોર હાંસલ કર્યો અને કોર્પોરેટ ડિસ્ક્લોઝર માટે ગ્લોબલ બેન્ચમાર્ક સ્થાપ્યા
- એન્વાયર્મેન્ટલસ્ટેવાર્ડશિપ
- આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ રહીને મિનરલ વેસ્ટ મેનેજમેન્ટ, વેસ્ટ રિસ્ક મિટિગેશન અને બાયોડાયવર્સિટી કન્ઝર્વેશમાં પહેલ આગળ વધારી
- રિન્યૂએબલ એનર્જીના વપરાશને વધારીને અને આધુનિક ટેક્નોલોજી લાગુ કરવા દ્વારા ઓપરેશનલ ઉત્કૃષ્ટતા વધારવાની બેવડી વ્યૂહરચના સાથે 2050 કે તેના પહેલા નેટ ઝીરો કાર્બન એમિશન્સ માટેની પ્રતિબદ્ધતા
- અગ્રણી પ્રોજેક્ટ્સઃ
o હિંદુસ્તાન ઝિંકનો ઇકોઝેનઃ રિન્યૂએબલ એનર્જીનો ઉપયોગ કરીને ઉત્પાદિત થતું એશિયાનું સૌ પ્રથમ લૉ કાર્બન ગ્રીન ઝિંક
o હિંદુસ્તાન ઝિંક પ્રમાણિત થયેલી 2.41 ગણી વોટર પોઝિટિવ કંપની છે
o હિંદુસ્તાન ઝિંકનો પંતનગર મેટલ પ્લાન્ટઃ કંપનીનો ઉત્તરાખંડમાં પંતનગર પ્લાનટ 100 ટકા રિન્યૂએબલ પાવર પર ચાલે છે
o વેદાંતા એલ્યુમિનિયમનું ઝારસુગુડા સ્મેલ્ટર ખાતે નેચરલ ગેસ તરફના સંક્રમણથી વર્ષે 47,000 ટનથી વધુના કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ઘટે તેવી સંભાવના છે
- સામાજિકજવાબદારી
- સામુદાયિક કલ્યાણ, કર્મચારીઓના વિકાસ અને ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી (ઓએચએસ)માં રોકાણોથી એસએન્ડપી સીએસએમાં ગવર્નન્સ અને સોશિયલ સ્કોરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
- સુવિધાઓથી વંચિત સમુદાયો માટે સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ, એજ્યુકેશન અને હેલ્થકેર જેવી પહેલ સમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપી રહી છે.
પરિવર્તનકારી અસર
વેદાંતાની ટકાઉપણા માટેની પ્રતિબદ્ધતા વધુ હરિયાળા, વધુ સમાવેશક ભવિષ્યને પ્રોત્સાહન આપવા માટે આગામી એક દાયકામાં તેના 5 અબજ ડોલરના રોકાણમાં છતી થાય છે. આ અસરને આગળ વધારતી મુખ્ય પહેલમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ
- રિન્યૂએબલએનર્જી ઇન્ટિગ્રેશનઃ
o હિંદુસ્તાન ઝિંકનો 2027 સુધીમાં રિન્યૂએબલ્સથી તેની 70 ટકા ઊર્જા જરૂરિયાતો મેળવવાનો લક્ષ્યાંક
o તેના ઝારસુગુડા સ્મેલ્ટર ખાતે નેચરલ ગેસના વપરાશ માટે ગેઇલ ગેસ લિમિટેડ સાથે વેદાંતા એલ્યુમિનિયમની ભાગીદારી