વેદાંતાએ વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં એલ્યુમિનિયમનું અત્યાર સુધીનું સર્વોચ્ચ ઉત્પાદન નોંધાવ્યું
· એલ્યુમિનિયમનું ત્રિમાસિક ઉત્પાદન વાર્ષિક ધોરણે 3 ટકા વધીને 614 કિલોટનના વિક્રમી સ્તરે પહોંચ્યું
· એલ્યુમિના ઉત્પાદન વાર્ષિક ધોરણે 7 ટકા વધીને વર્તમાન નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં 505 કિલોટને પહોંચ્યું
વેદાંતા લિમિટેડે નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં તેના એલ્યુમિનિયમ અને એલ્યુમિના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. વેદાંતાનું કુલ એલ્યુમિનિયમ ઉત્પાદન ત્રીજા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 3 ટકા વધીને 614 કિલોટન તથા નાણાંકીય વર્ષ 2025ના પહેલા નવ મહિનામાં 1,819 કિલોટનના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું છે. Vedanta Registers Growth in Aluminium Production
કંપનીની ઓડિશામાં આવેલી લાંજીગઢ રિફાઇનરીએ એલ્યુમિના ઉત્પાદનમાં વાર્ષિક ધોરણે 7 ટકાનો વધારો નોંધાવ્યો છે જે 470 કિલોટનથી વધીને ત્રીજા ત્રિમાસિક ગાળામાં 505 કિલોટને પહોંચ્યું છે જ્યારે પહેલા નવ મહિનામાં ઉત્પાદન 16 ટકા વધીને 1,542 કિલોટને પહોંચ્યું છે.
કંપનીના ઝિંક ઈન્ડિયા યુનિટે પણ ખાણકામ કરેલી ધાતુના ઉત્પાદનની વૃદ્ધિમાં ત્રિમાસિક ધોરણે 3 ટકાનો વધારો નોંધાવ્યો છે જે ત્રીજા ત્રિમાસિક ગાળામાં 265 કિલોટને પહોંચ્યું છે. અગુચા અને ઝાવર ખાણોમાં ઉત્પાદનમાં વધારો અને ઉચ્ચ ગ્રેડના લીધે આ પ્રગતિ જોવા મળી છે.
વેદાંતાએ એક્સચેન્જના ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેણે નવ મહિનાનું અત્યાર સુધીનું સર્વોચ્ચ રિફાઇન્ડ મેટલ પ્રોડક્શન નોંધાવ્યું છે જે પ્લાન્ટની ઉપલબ્ધતા અને ઓપરેશનલ પેરામીટર્સના સંલગ્નમાં 3 ટકા વધુ હતું. વેદાંતા લિમિટેડના ઝીંક ઇન્ટરનેશનલ યુનિટ ખાતે કુલ ખાણકામ કરાયેલી ધાતુનું ઉત્પાદન વધીને 46 કિલોટન થયું હતું જે વાર્ષિક ધોરણે 12 ટકા અને ત્યારબાદ 6 ટકાનો વધારો હતો.
ભારત એ વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું એલ્યુમિનિયમ ઉત્પાદક છે જ્યારે વેદાંતા એ મેટલની ભારતની સૌથી મોટી ઉત્પાદક છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2024માં ભારતનું અડધા કરતાં વધુ વધુ એટલે કે 2.37 મિલિયન ટન એલ્યુમિનિયમનું ઉત્પાદન કર્યુ હતું.
બ્રોકરેજ કંપની એમ્કેએ તાજેતરમાં તેના રિપોર્ટમાં જણાવ્યું હતુ કે તે વેદાંતાના એલ્યુમિનયિમ બિઝનેસની એબિટા સીએજીઆર નાણાંકીય વર્ષ 2024-27માં 35.5 ટકા રહેશે તેવી અપેક્ષા રાખે છે જ્યારે નાણાંકીય વર્ષ 2026ના અંદાજમાં કુલ એબિટા જનરેશન રૂ. 220.4 અબજ ડોલર રહેશે. વેદાંતાના ડિમર્જ્ડ એલ્યુમિનિયમ બિઝનેસમાં ઝારસુગુડા અને બાલ્કોમાં તેના સ્મેલ્ટર્સ, લાંજીગઢ ખાતે તેની એલ્યુમિના રિફાઇનરી, સીજીમાલી બોક્સાઇટ માઇન, કેપ્ટિવ કૉલ માઇન અને પાવર પ્લાન્ટ્સ સમાવિષ્ટ હશે.
21 નવેમ્બરના રોજ નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલની મુંબઈ બેન્ચે વેદાંતાના ઈક્વિટી શેરધારકો, સુરક્ષિત અને અસુરક્ષિત લેણદારોની મીટિંગ્સ કંપની દ્વારા ઓર્ડર મળ્યાના 90 દિવસની અંદર યોજવાનો માર્ગ મોકળો કર્યો હતો. વેદાંતા ફેબ્રુઆરી સુધીમાં લેણદારો અને શેરધારકોની મંજૂરી મેળવવાની અને 2025ના મધ્ય સુધીમાં ડિમર્જરને પૂર્ણ કરવાની અપેક્ષા રાખે છે. મોટાભાગના સેક્ટરના એનાલિસ્ટ્સ ખરીદીની ભલામણ સાથે શેર પર હકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવે છે.
વેદાંતા તેલ અને ગેસ, જસત, સીસું, ચાંદી, તાંબુ, આયર્ન ઓર, સ્ટીલ અને એલ્યુમિનિયમ સહિતના ક્ષેત્રોમાં અનેક દેશોમાં કામગીરી ધરાવે છે. મંગળવારે કંપનીના શેરની કિંમત 1.9 ટકા વધી હતી.