Western Times News

Gujarati News

વીર નર્મદ DGU બાયોટેક્નોલોજી વિભાગના સ્નાતકકક્ષાના વિદ્યાર્થીઓએ GATE-Bમાં નોંધપાત્ર સફળતા મેળવી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના બાયોટેક્નોલોજી વિભાગના સ્નાતકકક્ષાના ૧૦ જેટલા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષા GATE-Bમાં નોંધપાત્ર સફળતા સાથે દેશભરમાં સારા ક્રમાંક મેળવી વિભાગ તથા યુનિવર્સિટીના નામનો ડંકો વગાડ્યો છે, કે જેમણે GSBTM દ્વારા પ્રાયોજિત Capacity  Building Cell સેલમાં ૧૫ દિવસીય તાલીમ લીધી હતી. Veer Narmad DGU Biotechnology Dept. Graduate students achieve remarkable success in GATE-B

બાયોટેક્નોલોજી વિભાગના ડૉ. રેખા ગઢવી (સંયોજક: BT-CBC) અને ડૉ. માનસી મહેતા (સહ સંયોજક: BT-CBC) દ્વારા ૧૫ દિવસીય તાલીમ કાર્યક્રમના અસરકારક અમલીકરણ અને સફળતા માટે સુનિશ્ચિત ઝીણવટભર્યું આયોજન, સૂક્ષ્મ માર્ગદર્શન અને અથાગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ તાલીમ તારીખ ૦૪ થી ૧૮ ડીસેમ્બર, ૨૦૨૩ દરમિયાન યોજાઈ હતી.

તાલીમ દરમિયાન 89 જેટલા વિદ્યાર્થીઓને 50 જેટલા વિષય તજજ્ઞ શિક્ષકોએ તાલીમ આપી હતી. ડૉ. અનુસુયા ભાડલકર, ડૉ. મિતાલી ડાબી અને ગુજરાત રાજ્ય બાયોટેક્નોલોજી મિશન (GSBTM), વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ગુજરાત સરકારનો તેમની ઉદાર સ્પોન્સરશિપ માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને બાયોટેક્નોલોજી વિભાગ હૃદયપૂર્વક આભાર માને છે કે જેમના થકી તાલીમને ટેકો મળી રહ્યો.

શિક્ષણ અંતર્ગત ઉમદા કારકિર્દી બનાવવી અને અમારા વિદ્યાર્થીઓને ટેકો આપવાની તેમની પ્રતિબદ્ધતા માટે અમે અત્યંત આભારી છીએ. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માનનીય કાર્યકારી કુલપતિશ્રી ડો. કિશોરસિંહ ચાવડા, કુલસચિવશ્રી ડૉ. રમેશદાન ગઢવીજી અને વિભાગના સંયોજકશ્રી ડૉ. ગૌરવ શાહ તથા સમગ્ર યુનિવર્સિટી પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને નોંધપાત્ર સિદ્ધિઓ બદલ તથા વિભાગ અને યુનિવર્સિટીનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.