વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ના સંશોધકોને નવીન AI આધારિત રોબોટિક શોધ માટે ડિઝાઇન નોંધણી મેળવી ગૌરવ વધાર્યું

Ahmedabad, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ડૉ. ઘીવાલા શૈલેષકુમાર મહેન્દ્રલાલ, ડૉ. હિતેશકુમાર જગદીશચંદ્ર લાડ અને ડૉ. કેતનકુમાર કાંતિભાઈ પટેલ એ તેમની નવીન શોધ “AI પાવર્ડ સ્માર્ટ ઓટોમેટિક પોલ્યુટેડ કેમિકલ ડિટેક્ટિંગ એન્ડ ક્લીનિંગ રોબોટ” માટે ડિઝાઇન નોંધણી મેળવી યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે.
આ બુદ્ધિશાળી રોબોટિક સિસ્ટમ કૃત્રિમ બુદ્ધિ (AI) નો ઉપયોગ કરીને રાસાયણિક પ્રદૂષણનું શોધખોળ અને સફાઈ કરવાની કામગીરી કરશે, જે પર્યાવરણની સમસ્યાઓ માટે આધુનિક ટેક્નોલોજીની અસરકારક સમાધાન આપશે.
ભારત સરકારની પેટન્ટ ઓફીસે એમને તા. ૨૪-૦૧-૨૦૨૫ ના રોજ પેટન્ટ કે જેનો ડીઝાઈન નંબર 445462-001 થી એનાયત કરવામાં આવ્યું છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ એન. ચાવડા સાહેબ, કુલસચિવશ્રી ડૉ. રમેશદાન સી. ગઢવી તથા સમગ્ર યુનિવર્સિટી પરિવાર તેઓને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે અને આગામી સંશોધન કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.