બોડકદેવમાં વેજીટેબલ માર્કેટ યોગા સેન્ટર બનશે
(દેવેન્દ્ર શાહ ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા છેલ્લા એક વર્ષમાં વિકાસના કામો રોકેટગતિએ થઈ રહ્યા છે. જેમાં પૂર્વ અને પશ્ચિમ વચ્ચે કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. મ્યુનિસિપલ કોર્પોરેશને પૂર્વના અનેક વિસ્તારોમાં વેજીટેબલ માર્કેટ અને વોર્ડ ઓફિસ તૈયાર કર્યાં છે હવે, ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં મતદારો ની સુવિધા માટે વોર્ડ ઓફિસ, વેજીટેબલ માર્કેટ અને યોગા સેન્ટર બનાવવા નિર્ણય કર્યો છે.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ ઉત્તરપશ્ચિમઝોનના બોડકદેવ વોર્ડમાં હાલમાં બોડકદેવ વોર્ડનાં ઈજનેર ખાતાનો સ્ટાફ મેમનગર ગ્રામપંચાયતની ઓફીસ બેસે છે જે બોડકદેવ વોર્ડનાં છેવાડાનાં વિસ્તારમાં આવ્યો છે. જેથી વોર્ડ વિસ્તારની મધ્યમ જગ્યાને ધ્યાનમાં લઈ મ્યુ કાઉન્સીલરો દ્વારા ઇલેકશન વોર્ડ થલતેજની ટી.પી. સ્કીમ નં-૧/બી (બોડકદેવ) નાં ફા. પ્લોટ નં-૭૨૦ માં બોડકદેવ વોર્ડની સબઝોનલ ઓફીસ બનાવવા ભલામણ કરવામાં આવી છે.
જેથી બોડકદેવ મસ્ટર સ્ટેશનનાં પ્લોટમાં ઈલેકશન વોર્ડ ચલતેજ વોર્ડની ટી.પી. સ્કીમ નં- ૧/બી, રૂા. પ્લોટ નં-૭૨૦ માં રૂા. ૪.૫૫ કરોડના ખર્ચે બોડકદેવ વોર્ડની નવી સબઝોનલ ઓફીસ બનાવવામાં આવશે. જેમાં ગ્રાઉન્ડ ફલોર ૫૬૪ ૬૧ ચો.મી., ફર્સ્ટ ફ્લોર પર ૫૩૬.૫૩ ચો.મી.,સેકન્ડ ફલોર ૫૩૬:૫૩ ચો.મી.મળી કુલ ૧૬૮૨.૬૭ ચો.મી.નું બાંધકામ કરવામાં આવશે.
બોડકદેવ વોર્ડનો એરીયા આશરે ૧૨.૯૩ ચો.કી.મી. જેટલો છે. સદર વોર્ડમાં ૧૩૨ ફુટ રીગ રોડ સુધી થી એસ.જી. હાઈવે સુધી માં આવેલ મેમનગર વિસ્તાર, વસ્ત્રાપુર વિસ્તાર, જજીસ બંગ્લોઝ, લાડ સોસાયટી, તથા એસ.જી.હાઈવે થી એસ.પી. રીંગ રોડ સુધી માં આવેલ ટી.પી.-૫૦ નો વિસ્તાર, બોડકદેવ ગામ વિસ્તાર તથા આંબલી ગામ તથા બોપલ ઉમિયા માતા મંદીર સુધીનો વિસ્તાર આવેલ છે.
સદર વિસ્તારમાં હાલમાં વેજીટેબલ માર્કેટ હયાત જ હોઈ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં બોડકદેવ વોર્ડમાં વેજીટેબલ માર્કેટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ માનસી સકલ પાસે આવેલ ટી.પી. સ્કીમ (વેજલપુર) નં-૬ માં ફૉ. પ્લોટ નં ૨૯૫ માં રૂા.૨.૬૦ કરોડના ખર્ચે નવું વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવશે.
આ ઉપરાંત મહિલાઓ માટે યોગા કમ મેડિટેશન સેન્ટર બનાવવના કામ ઉત્તરપશ્ચિમઝોનના બોડકદેવ વોડમાં રાજપથ કલબની પાછળ મહિલા ગાર્ડન પાસે કોલોનાડ કોમ્પલેક્ષ ની સામે ટી.પી. સ્કીમ ૫૦ માં ફા. પ્લોટ નં ૩૮૮ માં મહિલાઓ માટે રૂ|.૦.૬૩ કરોડના ખર્ચે યોગા ક્રમ મેડીટેશન સેન્ટર બનાવવાનું આયોજન કર્યું છે.
સદરહુ પ્લોટ રાજપથ ક્લબની પાછળ મહિલા ગાર્ડન ની પાસે કોલોનાડ બિલ્ડીંગ ની સામે આવેલ છે. જે પ્લોટ વોર્ડના વિસ્તારની દ્રષ્ટીએ મધ્યમાં આવેલ છે. જેથી તમામ નાગરીકોને યોગા સેન્ટર નજીક પડશે.
સદરહું પ્લોટ માં ગાર્ડન ખાતા દ્વારા પ્લાન્ટેશન ની કામગીરી કરીને ગાર્ડન ડેવલપ કરેલ છે. જેથી નાગરીકોને કુદરતની નજીક યોગા કરવાનો લાભ મળશે. જેમાં પ્લોટ એરીયા ૩૪૫૮.૦૦ ચો.મી, યોગા કમ મેડીટેશન સેન્ટર માટેનો એરીયા ૧૧૬૧.૦૦ ચો.મી. યોગા સ્પેશ ૨૭.૦૦ મીટર x 10.50 મીટર રહેશે. જેમાં એકસાથે 50 વ્યક્તિ યોગા કરી શકશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.