Western Times News

Gujarati News

ઉનાળામાં શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો

અમદાવાદ, ઉનાળો આવતાની સાથે જ શાકભાજીના ભાવ વાસમાને પહોંચતા હોય છે. કારણ કે ઉનાળામાં શાકભાજીનું ઉત્પાદન ઓછું થાય છે. જાેકે, આ ભાવ શિયાળાની શરૂઆત થતાની સાથે જ ઘટતા હોય છે, પરંતુ આ વર્ષે રહેલા અનિયમિત વાતાવરણને લીધે શાકભાજીનું ઉત્પાદન વધતાં ઉનાળામાં જ શાકભાજીના ભાવ શિયાળા જેવા થઈ ગયા છે.

ઉનાળામાં પાકનું ઉત્પાદન ઓછું થતું હોય અને બજારમાં માંગ વધુ હોય ઉનાળામાં શાકભાજીના ભાવ વધી જતાં હોય છે અને શિયાળાની સિઝન આવતાં જ ભાવ ઘટવા લાગતા હોય છે. પરંતુ આ વખતે વાતાવારણમાં અનિયમિતતા રહેતા ઉનાળામાં પણ શાકભાજીના ભાવમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. Vegetable prices drop drastically in summer

આ વર્ષે અત્યાર સુધી કાળઝાળ ગરમી પડી નથી અને એક પછી એક માવઠું થઇ રહ્યું છે. આ માવઠાને લઈ શાકભાજીનું ઉત્પાદન વધુ થયું છે. જેને લઇને બજારમાં શાકભાજીનો જથ્થો મોટી સંખ્યામાં આવતા આ વર્ષે શિયાળા જેવો ભાવ ઉનાળામાં જાેવા મળી રહ્યો છે. અમદાવાદમાં આ વખતે ઉનાળામાં શાકભાજીમાં પ્રતિ કિલો દીઠ ૧૦ થી ૨૦ રૂપિયાનો ઘટાડો જાેવા મળ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.