વડોદરાથી ભરૂચ તરફ આવતા શાકભાજીના ટેમ્પામાં નબીપુર નજીક આગ લાગી
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર મોટી દુર્ઘટના ટળી હતી.જેમાં વડોદરાથી શાકભાજી ભરી સુરત તરફ જતા એક આઈસર ટેમ્પોની કેબિનમાં ભરૂચના નબીપુર હાઈવે પર અચાનક આગ ભભૂકી ઉઠતાં ટેમ્પો ચાલકની સમય સૂચકતાએ મોટી જાનહાનિ ટાળી હતી.તો આગની જાણ થતાં ફાઉઆર વિભાગ પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને પાણીનો મારોચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરથી શાકભાજી ભરી સુરત તરફ જતાં આઈસર ટેમ્પમાં નબીપુર નેશનલ હાઈવે નાંબર ૪૮ પર એકાએક આગ ભભૂકી ઉઠતાં ચાલકે તરત જ ટેમ્પો રોકી દીધો હતો અને કેબિન માંથી બહાર નીકળી ગયો હતો.આગની જાણ થતાં જ ફાયર વિભાગને જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ફાયર ફાઈટર્સે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.આગની ઘટનાને કારણે વાહનોથી સતત ધમધમતા હાઈવે પર કેટલાક સમય માટે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.તો આગની જાણ થતાં જ સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી અને વાહનોની અવરજવર સુચારુ બનાવી હતી.આગની ઘટનામાં સદ્દનસીબે કોઈ જાનહાનિ ન થતાં સ્થાનિક લોકો અને વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.