તહેવારો ટાણે જ શાકભાજીના છૂટક વેપારીઓએ રીતસરની લુંટ મચાવી
શાકભાજીનો ઉપાડ વધતાં જ ટામેટામાં બે, ચોળીમાં ૪, ડુંગળીના ભાવમાં ૩ ગણો વધારો
(એજન્સી)અમદાવાદ,લીલાં શાકભાજીની આવક વધી હોવા છતાં શાકભાજીના ભાવો રીટેઈલમાં ઘટવાનું નામ લેતું નથી. હોલસેલમાં ટામેટાં રૂા.૩૦ કિલો હોવા છતાં રીટેઈલમાં રૂા.૮૦ કિલો ચોળી રૂા.૮૦ કિલો મળતી હતી તે અત્યારે રૂૃા.૩૦૦ કિલો કોથમીર રૂા.૬૦ કિલો હોવા છતાં રીટેઈલમાં રૂા.૧૪૦ કિલો વેચાણ થઈ રહી છે.
આ જ રીતે ગરીબોની કસ્તુરી સામાન્ય દિવસોમાં રૂા.૧પ કિલો મળતી હતી તે અત્યારે રૂા.૪૦ કિલો થઈ છે. જયારે બટાકા રૂા.૧પ કિલો વાળા રૂા.૩ર કિલો વેચાય છે. ફુલાવર રૂા.૩૦ કિલો મળતું હતું તે રૂા.૯૯ કિલો મળી રહયું છે. શાકભાજીના વેપારીઓના જણાવ્યા મુજબ શિયાળો શરૂ થવાનો હોવાથી લીલા શાકભાજીની આવક વધશે
જેના લીધે આગામી દિવસોમાં ભાવો ઘટવા જાેઈએ તેની જગ્યાએ અમુક શાકભાજીના ભાવો વધી ગયોછે. ટામેટા, ડુંગળીના ભાવો ડબલ થઈ ગયા છે. તો દિવાળીના તહેવારમાં ચોળીનું શાક અવશ્ય બનાવતા હોવાથી તેનો ઉપાડ વધુ થતા તેના ભાવ ચાર ગણા વધી ગયા છે.
બજારમાં ભીડા, ગવાર, ટીડોડા, ચોળી, સુરતી પાપડી હોલસેલ માર્કેટમાં રૂા.પ૦થી ૬૦ કિલો વેચાણ થઈ રહયા છે. જયારે રેીટેઈલ માર્કેટમાં રૂા.૭૦ થી ૯૦ કિલો વેચાણ થઈ રહયા છે. જાેકે, ટામેટા હોલસેલમાં રૂા.૩૦ કિલો અને રીટેઈલમાં રૂા.૮૦ કિલોના ભાવ ચાલી રહયા છે.
ખેડૂતો દ્વારા જમાલપુર શાક માર્કેટમાં શાકભાજીનું હોલસેલમાં વેચાણ થાય છે. આ શાકભાજીનું સેમી હોલસેલ માર્કેટ કાલુપુર અને રાજનગર માર્કેટમાં વેચાણ થતું હતું. આ સેમી હોલસેલ માર્કેટથી ફેરીયાઓ વેચાણ કરવા લઈ જતા હોય છે. જેના લીધે ગૃહિણીઓ સુધી પહોચતા શાકભાજીના ભાવ ડબલ થતા હોય છે.