વાહનચોરીની ફરિયાદ 20 દિવસ મોડી કરતાં વિમા કંપનીનો ક્લેમ આપવાનો ઈન્કાર

સોલા ઉમીયા કેમ્પસમાંથી કાર ચોરી કેસમાં કમીશનનું અવલોકન-વાહન ચોરીની પોલીસ ફરીયાદ મોડી થાય તો વીમા કલેમ નકારી ન શકાય
(એજન્સી)અમદાવાદ, સોલા ભાગવત પાસે આવેલા ઉમીયા કેમ્પ્સ ખાતેથી લગ્ન પ્રસંગ વખતે પાર્કીગમાંથી કારની ચોરી થઈ હતી. ફેબ્રુઆરી ર૦૧૭ના અરસાની આ ઘટનામાં યેુનાઈટેડ ઈન્સ્યોરન્સ કંપની લી.એ. ર૦ દિવસ મોડી પોલીસ ફરીયાદ કરી હોવાનું કારણ દર્શાવી કલેમ આપવાનો ઈનકાર કર્યો હતો.
અલબત્ત અમદાવાદ ગ્રાહક કમીશને વીમા કંપનીને ફટકાર લગાવતો હુકમ કર્યો છે. કમીશને કહયું કે, વાહન ચોરીના બનાવ સાચો હોય તેવા સમયે ટેકનીકલ કારણસર વીમા કંપનીએ દાવો નકારવો ન જાેઈએ. વિવિધ ચુકાદા ટાંકીને કમીશને નોધ્યું હતું કે, પોલીસ ફરીયાદ વિલંબથી આપવામાં આવી હોય તો પણ ટેકનીકલ કારણે સાચા દાવાને નકારી શકાય નહી.
આ કેસમાં રૂા.૮ર,પ૦૦ની રકમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા માનસીક યાતનાના વળતર અને અરજી ખર્ચ મળીને ૮ હજાર ચુકવવા વીમા કંપનીને આદેશ કર્યો છે. આ રકમ ફરીયાદીને મળવા પાત્ર રહેશે.
અમદાવાદના ફરીયાદી ડો.પી.પી. ઝવેરી અને એચ.વી. પટેલે વીમા કંપની વિરૂધ્ધ કમીશનમાં કેસ માંડયો હતો. ફરીયાદી એચ.વી. પટેલ પાર્કીગમાં કાર મુકી હતી.
જાેકે તેની ચોરી થઈ હતી. ઘટના અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ત્રીજીી ઓગષ્ટ ર૦૧૭ના રોજ ફરીયાદ નોધાઈ હતી અને વીમા કંપની સમક્ષ જરૂરી પુરાવા રજુ કરી એક લાખના વળતરની માગણી કરી હતી. અલબત્ત, પોલીસ ફરીયયાદમાં વિલંબનું કારણ દર્શાવીને કલેઈન નકારતાં કમીશન સમક્ષ કેસ દાખલ કર્યો હતો.
ફરીયાદીએ તરફથી કહેવાયું હતું કે, વાહનની શોધખોળ કરતા હોઈ મોડી ફરીયાદ કરી હતી. બીજી તરફ કંપનીનોો મુદો હતો કે, વીમા ધારકે ડોકટરે કયા સંબંધના આધારે વાહન અન્ય ફરીયાદીને આપ્યું હતું. જયારે ફરીયાદી વતી કહેવાતું હતું કે, ભત્રીજાને વાહન આપ્યું હતું. એટલું જ નહી પરંતુ વ્યકિત પોતાનું વાહન વાપરવા માટે અન્યને પણ આપી શકે છે.