મુકેશ અંબાણીના ઘર બહાર વિસ્ફોટક ભરેલી કાર મળી
મુંબઇ, મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટેલિયાની બહાર વિસ્ફોટક ભરેલી કાર મળી આવતા ચકચાર મચી છે. ઉપરાંત ધમકીભરી ચિઠ્ઠીપણ મળી આવતા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એટીએસ સહિતની એજન્સીઓ તપાસમાં લાગી છે. Vehicle with explosive material found near Mukesh Ambani’s house Maharashtra home minister Anil Deshmukh said the Mumbai Police Crime Branch is investigating the matter.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ મળીઆવ્યા છે. જેમાં મંગળવારે રાત્રે એક વાગ્યે એક શખ્સ આ કાર લઇને આવ્યો હતો અને આસપાસ આંટા માર્યા બાદ તે આ કાર પાર્કકરીને જતો રહ્યો હતો. પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ કારમાં નકલી નંબરપ્લેટ હતી. જે મુકેશ અંબાણીનાકાફલાની કારને મળતો આવે છે.
ગાડીમાંથી બેગમાં ભરેલો જીલેટીનનો જથ્થો મળી આવ્યો છે. જેની પુષ્ટિ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલદેશમુખે કરી હતી. હાલમાં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા તથા તેમના પરિવારની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સમગ્રવિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે.