ઉપરથી વાહનો પસાર થાય છે, રસ્તાની નીચે ગટરમાં રહે છે લોકો

નવી દિલ્હી, મોટાભાગના લોકો બે ટાઇમનું ભોજન અને ઘરની ઈચ્છા રાખે છે, જેથી તેઓ શાંતિથી જીવી શકે. ખોરાકની વ્યવસ્થા કોઈક રીતે કરી શકાય છે, પરંતુ ઘર બનાવવું સૌથી મુશ્કેલ છે. કદાચ આ જ કારણ છે કે વિશ્વભરમાં ૧૦ કરોડથી વધુ લોકો પાસે રહેવા માટે ઘર નથી.
આવી સ્થિતિમાં તે લોકો શેરીઓમાં રહે છે અથવા કોઈ એવી જગ્યાને પોતાનું ઘર બનાવે છે જ્યાં તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. આવું જ કંઇક રોમાનિયાની રાજધાની બુકારેસ્ટની બિનીથ સ્ટ્રીટમાં જોવા મળે છે. તે સાંભળીને તમે કંઈક બીજું અનુભવો તે પહેલા તમને જણાવી દઈએ કે આ રોડની નીચે આવેલી ગટર છે.
અહીંના મુખ્ય માર્ગ ઉપરથી અસંખ્ય વાહનો પસાર થાય છે, તેની નીચેની ગટર બેઘર લોકોની દુનિયા છે. તેમનું જીવન જોઈને તમને દુઃખ થશે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતી રહે છે. બુકારેસ્ટની વચ્ચોવચ આવેલી આ ભૂગર્ભ સોસાયટીના લોકોની કોઈને પરવા પણ નથી.
આ લોકો હંમેશા નશામાં રહે છે અને કોઈ કામ પણ કરતા નથી. ગટરની અંદર જ તેઓએ પોતાના માટે તમામ સંસાધનો એકત્રિત કર્યા છે જે ટકી રહેવા માટે જરૂરી છે. પહેલા અહીં થોડા જ લોકો રહેતા હતા, પરંતુ ધીમે ધીમે તેમની સંખ્યા વધતી ગઈ.
હવે આ લોકો એક પરિવારની જેમ રહે છે. લગભગ ત્રણ દાયકા પહેલા સામ્યવાદના પતન પછી સડકની નીચે તેમનું જીવન શરૂ થયું. તેમના નેતા બ્રુસ લી છે, જેમના શરીર પર હંમેશા ભારે વજનવાળી ચેન લટકતી રહે છે. એવું કહેવાય છે કે બ્રુસ લી એ સૌથી પહેલા ત્રણ લોકો સાથે અહીં રહેવાનું શરૂ કર્યું હતું. ધીમે ધીમે વધુ લોકો આવવા લાગ્યા. તેમાંના મોટા ભાગના ક્યાં તો ડ્રગ વ્યસની હતા અથવા તો અનાથ હતા.
જોકે બહારના લોકોએ અંદર જવા માટે પરવાનગી લેવી પડશે. પરવાનગી વગર કોઈ અંદર આવી શકતું નથી. તે અહીં પોતાને રાજા કહે છે. તેના વિના આ સમુદાયનો કોઈ સભ્ય કંઈ કરી શકે તેમ નથી. તમને જણાવી દઈએ કે આ જગ્યાએ પ્રવેશવાના ઘણા રસ્તાઓ છે, જે વિચિત્ર છે. મોટા ભાગના લોકો ગટરોમાં રહેવાના કારણે ટીબીનો ભોગ બને છે. ઘણા લોકોને એઇડ્સ પણ થયો છે. બ્રુસ લી અહીં રહેતા લોકોને પોતાનો પરિવાર માને છે. તે આ લોકોને બાહ્ય જુલમથી પણ રક્ષણ આપે છે. આટલું જ નહીં, નશાખોરોને સૂવા માટે જગ્યા પણ મળે છે.
તમને જણાવી દઈએ કે આ ગટરનો ઉપયોગ સામ્યવાદી સરમુખત્યાર નિકોલે કૌસેસ્કુ દ્વારા શહેરને ગરમ રાખવા માટે કરવામાં આવ્યો હતો, પરંતુ આ યોજના અસરકારક સાબિત થઈ ન હતી. આવી સ્થિતિમાં આ ખંડેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરે તેમની સરમુખત્યારશાહીના પતન પછી અનાથોને રહેવાની જગ્યા આપી.SS1MS